loader

Breaking News


Home > Sports > IPL 2018 : હૈદરાબાદનો રાશીદ ખાન વન મેન આર્મી થયો સાબિત, બેટીંગ અને બોલીંગથી જીત્યુ દર્શકોનું દિલ


Foto

IPL 2018 : હૈદરાબાદનો રાશીદ ખાન વન મેન આર્મી થયો સાબિત, બેટીંગ અને બોલીંગથી જીત્યુ દર્શકોનું દિલ

May 26, 2018, 10:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શુક્રવારે કોલકતાનાં ઇડન ગાર્ડન્સમાં રમાઇ ગયેલ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં એક ખેલાડી રાશીદ ખાને લોકોનું સૌથી વધુ ધ્યાન ખેચ્યું હતુ. રાશીદ ખાને પોતાની પ્રભાવશાળી અને તોફાની બેટીંગથી હૈદરાબાદની ટીમને એક સારા ટોટલ સુધી પહોચાડ્યુ હતુ. વળી જ્યારે બોલીંગનો સમય આવ્યો ત્યારે તેણે 4 ઓવરમાં 3 વિકેટ લઇને ટીમની જીત નિશ્ચિત કરી દીધી હતી.




શુક્રવારે કોલકતાને હરાવી હૈદરાબાદે ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. હૈદરાબાદની જીતનો હીરો રાશીદ ખાન રહ્યો હતો, જેણે વન મેન આર્મીની ભૂમિકામાં ટીમને પહેલા મજબૂત ટોટલ આપવામાં મદદ કરી ત્યારબાદ બોલીંગ અને ફીલ્ડીંગમાં સારુ પ્રદર્શન કરી ટીમની જીતની રાહને આસાન બનાવી હતી. રાશીદ ખાને કોલકતા નાઇટ રાઇડર્સનાં વિરુદ્ધમાં પહેલા બેટીંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને અંતિમ ઓવરોમાં 10 બોલમાં 34 રનોની તોફાની બેટીંગ કરી હતી. લક્ષ્યનો પીછો કરી રહેલી કોલકતાની શરૂઆત ઘણી સારી રહી હતી. કોલકતાને રનો પર અંકુશ લગાવવામાં હૈદરાબાદનાં રાશીદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. રાશીદે પોતાની 4 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ લીધી અને હૈદરાબાદની જીતને નિશ્ચિત કરી હતી.