loader

Breaking News


Home > Sports > IPL 2018 : લો સ્કોરીંગ મેચમાં હાર બાદ રોહિત શર્મા દેખાયો દુઃખી


Foto

IPL 2018 : લો સ્કોરીંગ મેચમાં હાર બાદ રોહિત શર્મા દેખાયો દુઃખી

April 25, 2018, 6:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઈન્ડિયન્સ વચ્ચે મંગળવારે રમાયેલ લો સ્કોરિંગ મેચમાં રોહિત શર્માની ટીમે શરમજનક પ્રદર્શન કર્યુ હતુ. ટોસ જીતીને પહેલા બોલીંગનો નિર્ણય લઇ રોહિત શર્માએ સનરાઇઝર્સ હૈદરાબાદને બેટીંગ માટે આવકાર્યા હતા. પહેલી બેટીંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમ માત્ર 118 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. તેના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત પણ ખરાબ રહી હતી અને તે આ સીઝનનાં સૌથી લો સ્કોર સાથે 87 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમનાં બેટ્સમેનોનાં પ્રદર્શનથી રોહિત શર્મા ઘણો દુઃખી થયો હતો.



સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે એકવાર ફરી સાબિત કર્યુ છે કે તે ટીમ ખાસ છે. પહેલા બેટીંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદનાં બેટ્સમેનો 118 રનમાં ઓલઆઉટ થઇ ગયા હતા. જો કે તેના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માત્ર 87 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બેટ્સમેનોને પત્તાની જેમ ઠેર થતા જોઇ કેપ્ટન રોહિત શર્મા ઘણો દુઃખી અને નારાજ થયો હતો. જો કે તેણે બોલરોનાં વખાણ કર્યા હતા પરંતુ બેટ્સમેનોનાં ખરાબ પ્રદર્શનથી તે ઘણો દુઃખી દેખાયો હતો. રોહિત શર્માએ હાર બાદ કહ્યું કે, બોલરોનું પ્રદર્શન ઘણુ સારુ હતુ, પરંતુ બેટ્સમેનોએ ઘણા નીરાશ કર્યા છે. તેણે હારની જવાબદારી લેતા કહ્યું કે, અમે અમુક શોટ્સ ખોટા રમી પોતાની વિકેટ આપી જેમા મારી વિકેટ પણ હતી.