loader

Breaking News


Home > Sports > મેચમાં તમામ વિકેટ પડી હોય એવું આઈપીએલના ઈતિહાસમાં માત્ર ત્રણ વખત બન્યુ


Foto

મેચમાં તમામ વિકેટ પડી હોય એવું આઈપીએલના ઈતિહાસમાં માત્ર ત્રણ વખત બન્યુ

April 26, 2018, 4:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : આઈપીએલ સીઝન- ૧૧ના ૨૩માં મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે મુંબઈ ઇન્ડિયન્સને ૩૧ રને બાર આપી હતી. સનરાઈઝર્સની ટીમે પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સને ૧૧૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ મુંબઈની ટીમે ૧૮.૫ ઓવરમાં ૮૭ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. તેની સાથે જ આઈપીએલના ઈતિહાસમાં આ ત્રીજી વખત એવું બન્યું કે મેચમાં તમામ ૨૦ વિકેટ પડી હોય.

સૌથી પહેલા વર્ષ ૨૦૧૦માં રાજસ્થાન રોયલ્સ અને ડેક્કન ચાર્જીસની વચ્ચે રમવામાં આવેલ મેચમાં કુલ ૨૦ વિટેક પડી હતી. બીજી વખત વર્ષ ૨૦૧૭માં થયું હતું જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે રમવામાં આવેલ મેચમાં બોલરોએ કુલ ૨૦ વિકેટ લીધી હતી. ઉપરાંત આઈપીએલમાં ત્રીજા વખત એવું બન્યું જ્યારે કોઈએ ટીમે આ લો સ્કોરિંગ મેચને ડિફેન્ડ કરીને જીતી હોય.