loader

Breaking News


Home > Sports > IPL Opening Ceremony Live : વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટનાં મહાકુંભની થઇ શરૂઆત


Foto

IPL Opening Ceremony Live : વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટનાં મહાકુંભની થઇ શરૂઆત

April 7, 2018, 6:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : IPL-11 શરૂ થવામાં હવે થોડી જ ક્ષણો બાકી છે. આ ક્રિકેટ મહાકુંભમાં કુલ 8 ટીમ ભાગ લેવાની છે. મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ભીડ જોતા લાગે કે IPL-11 યાદગાર બની રહેશે.

વાનખેડે સ્ટેડિયમમાં IPL Open Ceremonyમાં વરૂણ ધવને પોતાના ડાંન્સથી પ્રેક્ષકોનું મન જીતી લીધુ હતુ. તેણે પોતાના ફિલ્મોનાં ગીત પર ખૂબ ડાંન્સ કર્યો હતો. ત્યારબાદ આવેલા બોલીવુડ ઈંન્ડસ્ટ્રીનાં માઇકલ જેક્સન કહેવાતા પ્રભુ દેવાએ પણ દર્શકોની સાથે જાંન્સ કરી તેમનુ મન જીતી લીધુ હતુ. જો કે આ કાર્યક્રમમાં બોલીવુડથી જોડાયેલી ઘણી હસ્તીઓ આવી છે. આજે મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ સામે તાજેતરનાં ભારતીય ટીમનાં વાઇસકેપ્ટન અને મુંબઇ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માની ટીમનો મુકાબલો જોવા મળશે.