loader

Breaking News


Home > Sports > આવતીકાલથી શરુ થશે IPL, ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ


Foto

આવતીકાલથી શરુ થશે IPL, ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ

April 6, 2018, 4:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જાઇ રહ્યા છે તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની આવતીકાલે રોમાંચક અને દિલધડક વાતાવરણમાં શરૂઆત થવા જઇ રહી છે. હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧નો પ્રથમ તબક્કો આવતીકાલથી શરૂ થઇ રહ્યો છે.આઇપીએલની મેચો આવતીકાલે સાતમી એપ્રિલના દિવસે શરૂ થયા બાદ છેક ૨૭મી મે સુધી ચાલનાર છે.

IPL અગાઉ ભારતનાં કરોડો ચાહકોમાં ભારે રોમાંચની સ્થિતિ જોવા મળી રહી છે. ચેન્નાઇ સુપર અને રાજસ્થાન રોયલ્સ ટીમની આઇપીએલમાં ફરી એકવાર વાપસી થઇ છે. વર્ષ ૨૦૧૩ના આઇપીએલ બેટિંગ કેસના મામલે તેમના સંબંધિત માલિકો સામેલ રહ્યા બાદ આ બન્ને ટીમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. બે વર્ષના પ્રતિબંધ બાદ આ ટીમો પરત ફરી છે. ડીઆરએસ સાથે આ પ્રથમ સિઝન રહેનાર છે. સ્ટાર સ્પોર્ટસે તમામ મિડિયા અધિકારો ખરીદી લીધા છે.