loader

Breaking News


Home > National > IRCTC કૌભાંડ : લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધ SIT તપાસ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ


Foto

IRCTC કૌભાંડ : લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધ SIT તપાસ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ

July 7, 2018, 10:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : IRCTC કૌભાંડ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. લાલુપ્રસાદ અને તેમનાં પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર વેંકટેશ પ્રસાદ શર્માએ એક જનહિત અરજી દાખલ કરીને સીબીઆઈ, ઇડી અને ઇન્કમ ટેક્ષ વિભાગ પર તપાસમાં આરોપીઓને બચાવવાનો આક્ષેપ કર્યો છે. ગોપાલસિંહ અને મનીષ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલ આ અરજીમાં વેંકટેશ પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે સીબીઆઈએ IRCTC નાં તત્કાલીન નિદેશક રાકેશ સક્સેના વિરુદ્ધ FIR નોંધી નહોતી પરંતુ પાછળથી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચાર્જશીટમાં નામ નહિ હોવાને કારણે તપાસ નબળી પડી ગઈ હતી. FIR માં નામ નહિ હોવાને કારણે સક્સેના દરેક તપાસ અને પૂછપરછથી બચી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની સુપ્રિમ કોર્ટનાં પૂર્વ જજની અધ્યક્ષતામાં બનેલ SIT થી તપાસ કરાવવામાં આવે.