loader

Breaking News


Home > Gujarat > ઇઝરાયેલનાં પ્રધાનમંત્રીએ ચરખો કાંત્યો, મહાત્મા ગાંધીને ગણાવ્યાં પ્રેરણાનાં મહાન સંદેશાવાહક


Foto

ઇઝરાયેલનાં પ્રધાનમંત્રીએ ચરખો કાંત્યો, મહાત્મા ગાંધીને ગણાવ્યાં પ્રેરણાનાં મહાન સંદેશાવાહક

Jan. 17, 2018, 1:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુ આજે ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેતન્યાહુએ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો પણ યોજ્યો હતો, ત્યારબાદ બંને નેતાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ઇઝરાયેલનાં પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ ચરખો પણ કાંત્યો હતો.

આ દરમિયાન એક અલગ પ્રકારનો નજારો પણ જોવા મળ્યો હતો. ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી જમીન પર બેસીને ચરખો કાંતિ રહ્યાં હતાં તે દરમિયાન તેમનાં પત્ની સારા પર નેતન્યાહુ સાથે હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ચરખાનું મહત્વ સમજાવી રહ્યાં હતાં ત્યારે નેતન્યાહુ અને તેમનાં પત્ની ચરખો કાંત્યા બાદ ઉભા થઇ રહ્યાં હતાં ત્યારે સારા નેતન્યાહુને હાથ આપીને ઉભા થવામાં મદદ કરી હતી તેમજ હાથ લાંબો કરીને તેમને સહારો આપ્યો હતો.

આ ઉપરાંત બંને વડાપ્રધાનોએ પતંગ ચગાવવાની મજા પણ માણી હતી. નેતન્યાહુએ ગાંધી આશ્રમની વિઝીટર બુકમાં મહાત્મા ગાંધીને પ્રેરણાનાં મહાન સંદેશવાહક ગણાવ્યા હતાં. હવે બંને વડાપ્રધાન અમદાવાદથી ૫૦ કિલોમીટર દુર બાવળા ખાતે icreate સંસ્થાનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ સાબરકાંઠાનાં વડરાદ ખાતે હાજરી આપશે.