loader

Breaking News


Home > National > રાફેલ મુદ્દે કોંગ્રેસે મોદી સરકારને ઘેરી, કિંમત સાર્વજનિક કરવાની માંગ કરી


Foto

રાફેલ મુદ્દે કોંગ્રેસે મોદી સરકારને ઘેરી, કિંમત સાર્વજનિક કરવાની માંગ કરી

Aug. 25, 2018, 2:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : કોંગ્રેસે રાફેલ સોદા મુદ્દે મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે શનિવારે જણાવ્યું હતું કે આ ગંભીર મુદ્દો છે. આ સાર્વજનિક મુદ્દો છે અને તેના દરેક ભાગની તપાસ કરાવવી જોઈએ. તે માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દાને ઉઠાવી રહ્યાં છે.

કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે યુપીએ સરકાર દરમિયાન રાફેલને લઈને એક સમજુતી કરવામાં આવી હતી. તે મુજબ આ સોદો ૫૨૬ કરોડ રૂપિયામાં થયો હતો. અમે ફ્રાંસ પાસે ૧૨૬ લડાકુ વિમાનો માટે કરાર કર્યા હતા. કરાર મુજબ ફ્રાંસ ૧૮ વિમાન ઉપલબ્ધ કરાવવાનું હતું જયારે બાકીનાં વિમાનો ભારતમાં કરવાના હતા. યુપીએ સરકારનાં કરાર મુજબ ૩૬ વિમાનોનું બજેટ ૧૮,૯૪૦ કરોડ હતું. જો કે હવે ભાજપ સરકારનાં સમયમાં રાફેલ સોદામાં ૬૦,૧૪૫ કરોડ રૂપિયા ખર્ચ થશે તે મુજબ પ્રતિ વિમાન સરકારને ૧૬૭૦ કરોડ રૂપિયામાં પડશે.