loader

Breaking News


Home > National > તેજ બન્યું મરાઠા અનામત આંદોલન, આજે મુંબઈમાં જેલ ભરો આંદોલન


Foto

તેજ બન્યું મરાઠા અનામત આંદોલન, આજે મુંબઈમાં જેલ ભરો આંદોલન

Aug. 1, 2018, 10:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન મજબૂત થઈ રહ્યું છે. અનામત આંદોલનમાં અત્યાર સુધીમાં 6 લોકોએ આત્મહત્યા કરી છે. આજથી મુંબઈમાં મરાઠા આરક્ષણ માટે જેલ ભરો ચળવળ શરૂ થશે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે તેમજ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે.

રાજ્યમાં લોકો આત્મહત્યા કરવા લાગ્યા હોવાથી આંદોલન ઝડપથી વધી રહ્યું છે. મરાઠા સમુદાયના લોકોએ મંગળવારે ઔરંગાબાદ-જલગાંવ રોડ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મરાઠવાડા વિસ્તારના બીડ જિલ્લાના વિડા ગામના 35 વર્ષના ખેડૂત અભિજિત દેશમુખેતેના ઘર નજીક એક ઝાડ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી હતી.

આ ઉપરાંત આઠ પ્રદર્શનકારીઓએ મરાઠવાડા પ્રદેશના લાતુર જિલ્લામાં મરાઠા અનામતની માગણી માટે તેમના શરીર પર કેરોસીન છંટકાવ કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મરાઠા સમુદાયના લોકોએ જણાવ્યું હતુ કે છે કે, ભાજપ સરકાર આંદોલનકારીઓ સામેનાં ફોજદારી કેસો પરત ખેંચવામાં નિષ્ફળ રહી છે અને તે સામે તેઓ મુંબઇમાં પ્રદર્શન કરશે.