loader

Breaking News


Home > Health > કડવો છે પણ સ્વાસ્થ્ય માટે છે ગુણકારી, જાણો શું છે તે


Foto

કડવો છે પણ સ્વાસ્થ્ય માટે છે ગુણકારી, જાણો શું છે તે

April 7, 2018, 7:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઘણીવાર આપણે બિમાર થઇએ ત્યારે ડૉક્ટર દવા આપે છે. જે લાગે છે કડવી પણ ઘણી ગુણકારી હોય છે. તેવી જ રીતે કડવો લીંમડો એ મીંઠા ગુણ ધરાવતો હોવાથી સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાય છે. તે લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તેના અનેકો ઉપયોગ હોવાથી તેને આરોગ્યનાં દેવતા નારાયણ માનવામાં આવે છે.



કડવો લીંમડો એ ખૂબ જ ગુણકારી હોઇ છે તેના તમામ ભાગો કડવા હોય છે અને તેની કડવાશ પણ ખૂબ જ તીવ્ર હોય છે જો કે તે સાથે તે એટલો ગુણકારી પણ હોય છે. કડવો લીંમડો પાંચ ભાગ ધરાવે છે. જેમાં મૂળ, છાલ, પાંદડા, ફૂલને ફળ વગેરેનો સમાવેશ થાય છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઓષધી તરીકે થઇ શકે છે. લીંમડામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામીન-એ, સી જેવા સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે. કડવા લીંમડાનાં પાંદડાને નિયમિત રીતે પીવાથી ઝેરી જીવજંતુઓની અસર થતી નથી. શરીરની ગરમી, ગૂંમડાઓ વગેરેમાં રાહત મેળવવા માટે રોજ સવારે 20 થી 25 ગ્રામ લીંમડાનાં પાન તોડી આખી રાત પલાડી સવારે 10 થી 12 ગ્રામ કાળા મરીમાં વાટી તેમાં થોડી ખાંડ મિક્સ કરો. તેને રોજ સવારે નરણાં કોઠે દસ દિવસ સુધી લેવુ. આ પ્રમાણે કરવાથી મોટા ભાગનાં રોગથી છુટકારો મળી શકે છે.