loader

Breaking News


Home > Gujarat > મુસાફર વાહનોમાં ૧ એપ્રિલથી જીપીએસ ડીવાઈસ લગાવવું ફરજીયાત


Foto

મુસાફર વાહનોમાં ૧ એપ્રિલથી જીપીએસ ડીવાઈસ લગાવવું ફરજીયાત

Jan. 18, 2018, 11:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં ૧ એપ્રિલથી પેસેન્જર વાહનોમાં જીપીએસ ડીવાઈસ તેમજ પેનિક બટન ફરજીયાત લગાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઈને તમામ પ્રકારનાં મુસાફરી વાહનોમાં જીપીએસ ડીવાઈસ લગાવવામાં આવશે. જેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો, ખાનગી લક્ઝરી બસ, રીક્ષા તેમજ કેબમાં પણ આ ડિવાઈસ લગાવવામાં આવશે. આ ઉપરાંત દરેક વાહનમાં પેનિક બટન સિસ્ટમ પણ લગાવવી જરૂરી બનશે જેના કારણે મુશ્કેલીનાં સમયમાં તાત્કાલિક મદદ મળી શકે.

ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસમાં સુપ્રિમ કોર્ટે જે આ અંગેનો ચુકાદો આપ્યો હતો જેના પાલન માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ ચુકાદાના અમલ માટે રાજ્ય સરકાર પાસે હવે બે મહિના જેટલો સમય માંડ બચ્યો છે ત્યારે ડીવાઈસ લગાવવાની કામગીરી ઝડપી કરવામાં આવી છે તેમજ RTO ખાતે આવતાં વાહનોની પણ ચકાસણી કરીને તેમાં જીપીએસ ડીવાઈસ લગાવવામાં આવશે. વાહન વ્યવહાર વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે એસટી નિગમની ૭૦૦૦ બસોમાં આ ડીવાઈસ લગાવવામાં આવ્યું છે તેમજ ૧ એપ્રિલ બાદ જે કોઈ મુસાફર વાહનમાં જીપીએસ ડીવાઈસ નહી લગાવવામાં આવ્યું હોય તેનાં પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.