loader

Breaking News


Home > Health > સતત 12 કલાક કે તેથી વધુ બેસી રહેવું ખતરનાકઃ અભ્યાસ


Foto

સતત 12 કલાક કે તેથી વધુ બેસી રહેવું ખતરનાકઃ અભ્યાસ

Sept. 4, 2018, 12:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તાજેતરમાં જ કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયન અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજની લાઈફમાં ૧૧ કલાક અથવા તો તેનાથી વધુ સમય સુધી બેસી રહેવાની બાબત ખતરનાક છે. લાંબા કલાકો સુધી બેસવાથી મોતને આમંત્રણ મળે છે.



ઓસ્ટ્રેલિયન અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વહેલી તકે મોત માટે વધારે સમય સુધી બેસવાની બાબત કારણરૂપ બની શકે છે. યુનિવર્સિટી ઓફ સિડની દ્વારા કરવામાં આવેલા ચેતાવણીજનક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શારીરિક પ્રવૃતિ કરે કે ન કરે ૧૧ કલાકથી વધુ સમય સુધી બેસવાની બાબત જોખમી છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૨ કલાક અથવા તો ૧ દિવસમાં અડધા દિવસ સુધી બેસી રહેનાર વ્યક્તિમાં મોતનો ખતરો ૪૦ ટકા વધી જાય છે. શારીરિક પ્રવૃતિ અને વજન ઉપર પણ તેની અસર થાય છે. જાહેર આરોગ્ય માટે આ સર્વેનાં તારણ લાલબત્તી સમાન છે. આમા જણાવવામાં આવ્યું છે કે મોર્નિંગ વોક અથવા તો જિમમાં જવાની બાબત ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે લાંબા સમય સુધી બેસવાની બાબતને ટાળવામાં આવે તે પણ જરૂરી છે. અભ્યાસનાં તારણો સુચન કરે છે કે ઘરમાં, નોકરીની જગ્યા અથવા ટ્રાફિકમાં વધુ સમય પસાર થાય છે. શારીરિક પ્રવૃતિ વધારવામાં આવે તે પણ જરૂરી છે.