loader

Breaking News


Home > Sports > ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યુ, કોમેન્ટેટરે ચાલુ મેચ દરમિયાન મેદાનમાં જ ખેલાડી સાથે કરી વાતચીત


Foto

ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યુ, કોમેન્ટેટરે ચાલુ મેચ દરમિયાન મેદાનમાં જ ખેલાડી સાથે કરી વાતચીત

June 2, 2018, 12:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લંડન : વીસ વર્ષ પહેલાની ક્રિકેટ અને તાજેતરની ક્રિકેટમાં ઘણો અંતર જોવા મળી રહ્યો છે. આજે ક્રિકેટમાં દર્શકોને મનોરંજન પૂરુ પાડવા અવનવા નુસ્ખાઓ અપનાવામાં આવે છે. તેવો જ એક કિસ્સો ક્રિકેટનાં મક્કા કહેવાતા લોર્ડસમાં જોવા મળ્યો હતો. લોર્ડસનાં મેદાનમાં રમાયેલી ટી-૨૦ મેચમાં વેસ્ટ-ઇન્ડિઝની ટીમે શાનદાર ૭૨ રને વિજય મેળવ્યો છે. બીજી તરફ ICC વર્લ્ડ ટી-૨૦ ઈલેવન ટીમનો પરાજય થયો છે. જો કે આ મેચની ખાસ વાત એ રહી કે, મેચ દરમિયાન કોમેન્ટેટર મેદાન પર રહીને ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો.





ક્રિકેટ ઈતિહાસમાં આ પ્રથમ વખત જોવા મળ્યુ કે એક કોમેન્ટેટર ચાલુ મેચ દરમિયાન મેદાન પર રહીને ખેલાડીઓ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હોય. ફોટોમાં જોવા મળે છે કે ઇંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ખેલાડી નાસિર હુસૈન ચાલુ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા ખેલાડીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. નાસિર હુસૈને મેચ દરમિયાન ICC વર્લ્ડ ટી-૨૦ ઈલેવનનાં સુકાની શાહિદ આફ્રિદી સાથે વાત કરી હતી. એક ફોટોમાં નાસિર વિકેટકીપરની પાછળ ઉભા રહીને કોમેન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે. આ મેચમાં વેસ્ટ-ઇન્ડિઝ ની ટીમે ૪ વિકેટનાં નુકસાન પર ૧૯૯ રનનો વિશાળ ટાર્ગેટ બોર્ડ પર મુક્યો હતો, જેના જવાબમાં આફ્રિદીની ICC વર્લ્ડ ટી-૨૦ ઈલેવન ટીમ ૧૬.૪ ઓવરમાં માત્ર ૧૨૭ રન જ બનાવી શકી હતી. જો કે  મેચમાં દર્શકોનું ધ્યાન ખેંચવામાં કોમેન્ટેટર આગળ રહ્યા હતા.