loader

Breaking News


Home > Health > હાસ્યનું વૈભવ જાળવવાં કરો દાંતની નિયમિત સંભાળ


Foto

હાસ્યનું વૈભવ જાળવવાં કરો દાંતની નિયમિત સંભાળ

May 7, 2018, 11:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જો તમારું હાસ્ય આકર્ષક અને સ્વસ્થ છે તો તે તમારા આત્મવિશ્વાસનું પ્રતીક છે. સારા હાસ્યમાં દાંતોની ભૂમિકા નકારી ન શકાય. પરંતુ મોટાભાગે પોતાના દાંતની કાળજી નથી રાખતા. જ્યારે કે દાંતોનું સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે. દાંતોનું સૌદર્ય તેમની સ્વચ્છતા અને ચમકથી છે. ખોરાકને ચાવવા, ચહેરાની સુંદરતા વધારવા અને મુગ્ધ હાસ્ય વિખરાવવામાં દાંતોની ભૂમિકા મહત્વની છે.
દાંતોને લગતી કોઈ બીમારીની સમસ્યા ન સર્જાય તે માટે જરૂરી છે તેની નિયમિત સફાઈ રાખવી. દાંતની સારી રીતે કાળજી ન રાખવાથી વ્યક્તિ દાંતોની સડન અને શ્વાસની દુર્ગંધ વગેરેનો શિકાર બની જાય છે. દાંત પ્રત્યે લાપરવાહી રાખવાથી મોઢામાં બેક્ટેરિયા વધી જાય છે. બેક્ટેરિયાથી ઉત્પન્ન સડન જ દાંતો અને મસૂઢો પર જામેલા મેલથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. આ જ બેક્ટેરિયા ભોજનમાં રહેલા ખાંડની સાથે મળીને એસિડ બનાવે છે. જ્યારે એસિડ દાંતના ઈનેમલમાં ખાડો કરી દે છે. ત્યારે દાંત પડવાની શક્યતા વધી જાય છે. આવી જ રીતે આજકાલ મસૂઢોમાંથી રક્ત નીકળવું એ પણ એક સમસ્યા છે. જેમાં મસૂઢો અને દાંતોની વચ્ચે ખોરાકનાં કણ અટકી જવાથી મસૂઢા ફૂલી જાય છે અને આમાંથી રક્ત આવવાનું શરૂ થઈ જાય છે. જો દાંતોનો મેલ સાફ ન કરવામાં આવે તો મસૂઢા દાંતની કિનારે છોડવા માંડે છે. જેના કારણે ઠંડુ, ગરમ, ગળ્યુ કે ખાટું ખાવાથી દાંતમાં દુઃખવા માંડશે. સાથે સાથે જો દાંત ભોજનને સારી રીતે ચાવી નહીં શકે તો પાચન સંબંધિત રોગ થવાની પણ શક્યતા છે.

દાંતોની બીમારીઓનું કારણ ખાસ કરીને મીઠાઈ, ચોકલેટ, જંકફૂડ, કોલ્ડ્રિંક વગેરેનું વધુ પડતું સેવન કરવું, નિયમિત સફાઈ ન કરવી., ખાદ્યપદાર્થોનું દાંતોની વચ્ચે ફસાયેલું રહેવું. દાંતોના તરફ બેદરકારી રાખવાથી તેમાં જલ્દી મેલ ભરાય જાય છે. આ મેલ પેટમાં જઈને અજીર્ણ, કબજિયાત, ભૂખ ન લાગવી વગેરે રોગ ઉત્પન્ન કરે છે. જામેલા મેલથી ગળુ, તાળુ, અને જીભના રોગ થવાની શક્યતા પણ રહે છે. જા સમય પર ધ્યાન ન આપીએ તો દાંતોમાં પસ પડવા માંડે છે. અને પાયોરિયા રોગ પણ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં મોઢામાંથી અસહનીય દુર્ગંધ આવવા માંડે છે.