loader

Breaking News


Home > National > વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવો એક ભૂલ હતી : સીબીઆઈ


Foto

વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવો એક ભૂલ હતી : સીબીઆઈ

Sept. 14, 2018, 12:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાગેડુ શરાબ વેપારી વિજય માલ્યાએ દેશ છોડવાના મામલે સીબીઆઈએ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે માલ્યા વિરુદ્ધ 2015 ના રોજ લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવો એરર ઓફ જજમેંટ હતું. પ્રથમ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે માલ્યાની એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવે. જો કે ત્યારબાદ સર્ક્યુલરમાં ફેરફાર કરીને જણાવવામાં આવ્યું હતું કે માલ્યા નજર આવે તો એજન્સીને સૂચિત કરવામાં આવે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અરુણ જેટલી સાથે વિજય માલ્યાએ સંસદમાં એક અનૌપચારિક બેઠક કરી હતી. તેઓ લાંબા બ્લોગ્સ લખે છે, પરંતુ આ વિશે કંઇ લખતાં નથી. અરુણ જેટલી બેઠક વિશે બોલી ખોટું રહ્યા છે આ દરમિયાન તેમણે સાથી નેતા પીએલ પુનિયાની વાત કરી હતી, તેમણે આ બંનેને વાતચીત કરતાં જોયા હતા. રાહુલે કહ્યું કે અમારી પાસે પુરાવા છે.