loader

Breaking News


Home > National > ભાજપ સરકારની પ્રથમ સ્માર્ટ સિટી તૈયાર કરવામાં હજુ લાગશે ત્રણ વર્ષ, શહેરી વિકાસ મંત્રીએ આપી માહિતી


Foto

ભાજપ સરકારની પ્રથમ સ્માર્ટ સિટી તૈયાર કરવામાં હજુ લાગશે ત્રણ વર્ષ, શહેરી વિકાસ મંત્રીએ આપી માહિતી

July 27, 2018, 12:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બનારસને ટોક્યો અને દેશનાં ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટેની મહત્વાકાંક્ષી યોજના પર સરકારે લગભગ ૩૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. એવું અનુમાન છે કે આ વર્ષનાં અંત સુધીમાં ૨૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઇ જશે. સરકારનો દાવો છે કે પહેલી સ્માર્ટ સિટી ૨૦૨૧ સુધી બનીને તૈયાર થઇ જશે.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સરકારની યોજના સ્માર્ટ યોજના પર જવાબ આપતાં અર્બન ડેવલપમેન્ટ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે મોદી સરકારનાં ૧૦૦ સ્માર્ટ સીટી બનાવવાના પ્લાન પર તેજીથી કાર્ય ચાલી રહ્યું છે. સરકારનાં અનુમાન મુજબ પ્રોજેક્ટનો પહેલો તબક્કો જાન્યુઆરી ૨૦૧૬ થી શરુ થયો હતો જેમાં અત્યાર સુધી ૩૭ ટકા રકમ વપરાઈ ચુકી છે. આ યોજના મુજબ દરેક એક પ્રોજેક્ટ માટે ૫૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે જયારે બાકના રૂપિયા કેન્દ્ર સરકાર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અને દેવા મારફતે ખર્ચ કરવામાં આવશે.