loader

Breaking News


Home > Health > કામનાં વ્યસ્ત સિડ્યુઅલ સાથે ફિટ રહેવુ પણ જરૂરી બન્યુ


Foto

કામનાં વ્યસ્ત સિડ્યુઅલ સાથે ફિટ રહેવુ પણ જરૂરી બન્યુ

May 16, 2018, 11:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજના સમયમાં મોટાભાગના લોકો એક કે બીજા કામમાં વ્યસ્ત જ રહેલાં જોવા મળે છે. લોકો સવારથી તો સાંજ સુધી કામમાં જ ડૂબેલા હોય છે. આ કારણે તેઓને પોતાની તંદુરસ્તી એટલે કે ફીટનેસનું ધ્યાન રાખવાનો પણ સમય નથી મળતો હતો. પરંતુ આ માટે જો થોડી કાળજીઓ અને નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ રીતે તમે વ્યસ્ત હોવા છતાં પણ તમારી ફીટનેસ જાળવી શકો. સવારે ઊઠતાં જ પથારીમાં તમે કેટલીક કસરતો કરીને સુંદર અને તાજગીસભર દિવસની શરૂઆત કરી શકો છો.



પથારીમાં પગની વચ્ચે તકિયાને રાખી તેની પર પકડ જમાવો. પગને ૯૦ ડિગ્રીના ખૂણા ઉપર ઊંચા કરો. આ ક્રિયા પાંચ વખત કરો. ત્યારબાદ બંને હાથ પહોળા કરો અને પગને વાળીને ડાબી બાજુ લઇ જાઓ. સાથે માથાને ગરદનથી જમણી બાજુએ લઇ જાઓ. તેવી જ રીતે ત્યારબાદ પગને જમણી બાજુ અને માથાને ગરદનથી ડાબી બાજુ લઇ જાઓ. આ ક્રિયા કરવાથી માંસપેશીઓનું ટોનિંગ થશે. થોડોઘણો સમય હોય તો તમે પ્રાણાયમ પણ કરી શકો છો. આ ઉપરાંત નાસ્તો કરતાં પહેલાં હળવી સ્ટ્રેચિંગ કસરતો પણ કરી શકાય. તેનાથી આખો દિવસ તાજગી જળવાઇ રહેશે. ૧૫ મિનિટ દોડવાની કે ઝડપથી તરવાની કસરત પણ તાજગી બક્ષે છે. થોડા સમયનો વ્યાયામ લાંબી અને થકવી દેનારી એરોબિક્સ જેવી કસરતો કરતાં લાભદાયી પુરવાર થઇ શકે છે. આ ઉપરાંત દિવસ દરમ્યાનના કેટલાંક કામમાં પણ તમે કેલેરી ખર્ચીને ફીટ રહી શકો છો. જેમ કે શક્ય હોય ત્યાં સુધી લિફ્ટના બદલે દાદરાનો ઉપયોગ કરો.

કોઇ સ્થળે જવાનું થાય ત્યારે વાહન થોડું દૂર પાર્ક કરો જેથી ચાલવાના બહાને પગના સ્નાયુઓને થોડી કસરત મળે. કામ કરતી વખતે કમરથી પગ તરફ ઝૂકી પગ પકડો, બંને હાથને ઉપરની તરફ ખેંચી સ્નાયુઓને ખેંચો, ક્યારેક કમરથી પાછળની તરફ ઝૂકો. જેનાથી કમરના સ્નાયુઓને કસરત મળતી રહેશે. મહિલાઓને પણ ફીટનેસ જાળવી રાખવા કસરતો કરવી જરૂરી છે. જો ગૃહિણી સ્વસ્થ હશે તો જ તે ઘરના બાકીના સભ્યોની સ્વસ્થતાનું ધ્યાન રાખી શકશે અને ઘરના બધાં જ કાર્યો તાજગીથી ને કુશળતાથી કરી શકશે. શક્ય હોય તો થોડો સમય કાઢી સાંજે બાળકો સાથે દોરડાં કૂદો, બેડમિન્ટન જેવી કોઇ રમત રમો જેથી શરીરને કસરત મળે અને કેલેરી ખર્ચાય. પેટને પાતળું રાખવા મટે માંસપેશીઓની કસરત ઉત્તમ છે. રસોઇ કરતી વખતે નાભીને અંદરની તરફ ખેંચો. તેનાથી સ્નાયુઓને રાહત મળી શકશે.