loader

Breaking News


Home > Bollywood > સલમાન સાથે વધુ એક ફિલ્મ મળતા જેકલીન ખુશ


Foto

સલમાન સાથે વધુ એક ફિલ્મ મળતા જેકલીન ખુશ

Sept. 20, 2017, 2:36 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ સલમાન ખાન અને જેક્લીન કિક ફિલ્મ બાદ ફરી એકવાર એક સાથે નજરે પડનાર છે. આ વખતે બન્ને રેમો ડિસુઝાની ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગયા છે. ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી પરંતુ ટુંક સમયમાં જ ફિલ્મનુ નામ જાહેર કરવામાં આવનાર છે.

આ ફિલ્મમાં સલમાન ખાન એક એવા પતિની ભૂમિકા અદા કરનાર છે જેની પÂત્નનુ મોત થઇ ચુક્યુ છે અને તેની એક નવ વર્ષની પુત્રી પણ છે. જેક્લીન એક ટીચરની ભૂમિકામાં નજરે પડનાર છે. રેમો આ પહેલા ટાઇગરની સાથે જેક્લીનને ફ્લાઇંગ જાટમાં લઇ ચુક્યા છે. અલબત્ત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. રેમોએ કહ્યુ છે કે જેક્લીન ખુબ શાનદાર ડાન્સર છે. જેથી તે આ રોલ માટે બિલકુલ પરફેક્ટ છે. તે ડાન્સ ટીચર તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. અમે પહેલા પણ સલમાન અને જેક્લીનની જાડીને એક સાથે નિહાળી ચુક્યા છીએ.

હાલમાં સલમાન ખાન અન્ય ફિલ્મને લઇને વ્યસ્ત છે. તે ટાઇગર જિન્દા હેમાં કામ કરી રહ્યો છે. બાદ શુટિંગ માટેની તારીખ નક્કી કરવામાં આવનાર છે. જેક્લીન સિદ્ધાર્થ મલહોત્રાની સાથે હાલમાં જેન્ટલમેન નામની ફિલ્મમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તે સતત ફ્લોપ ફિલ્મો કરી રહી છે ત્યારે સલમાનની જાડી સાથે તેની કેરિયરમાં ફરી તેજી આવી શકે છે. જેક્લીન અન્ય બે ફિલ્મો કરી રહી છે. જે રજૂ થવા માટે તૈયાર છે.

કિકમાં સલમાન અને જેક્લીનની કેમિસ્ટ્રી શાનદાર રહી હતી. હવે રેમોની ફિલ્મને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. જે જુડવા-૨ ફિલ્મને લઇને હાલમાં વ્યસ્ત છે.