loader

Breaking News


Home > Bollywood > જેન્ટલમેનના નિર્માતા તેમજ નિર્દેશકથી જેક્લીન ખફા


Foto

જેન્ટલમેનના નિર્માતા તેમજ નિર્દેશકથી જેક્લીન ખફા

Sept. 4, 2017, 2:13 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીન હાલમાં રજૂ થયેલી તેની જેન્ટલમેન ફિલ્મના નિર્માતા નિર્દેશકોથી ભારે નાખુશ દેખાઇ રહી છે. જા કે અહી જેક્લીનની નારાજગી માટેનુ કારણ ફિલ્મની નિષ્ફળતા નહીં બલ્કે કેટલાક અન્ય કારણ પણઁ છે.

એમ કહેવામાં આવે છે કે જેક્લીનની ફિલ્મમાં જેટલી ભૂમિકા હતી તે પૈકી કેટલાક સીન કાપી નાંખવામાં આવ્યા હતા. જેમાં જેક્લીન દ્વારા કરવામાં આવેલા પોલ ડાન્સતેના રોલના મુખ્ય હિસ્સા તરીકે હતા. પરંતુ આને પણ ફિલ્મથી દુર કરી દેવામાં આવ્યા બાદ જેક્લીન હવે નારાજ દેખાઇ રહી છે. જેક્લીનને આશા હતી કે ફિલ્મ બોક્સ ઓફિસ પર લોકપ્રિયતા મેળવી શકશે.

ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ છે. ફિલ્મના સંબંધમાં માહિતી આપતા સુત્રોએ કહ્યુ છે કે જેક્લીનને પુરતો સમય મળ્યો ન હતો. જેના કારણે ફિલ્મના દેખાવ પર સીધી અસર થઇ છે. જેક્લીનના આ પોલ ડાન્સની ફિલ્મની રજૂઆત પહેલા ચર્ચા રહી હતી. જેક્લીને પોલ ડાન્સ માટે ખુબ મહેનત કરી હતી. ચાહકોને પણ આને લઇને ઉત્સુકતા હતી.

જેક્લીન નિષ્ફળતાને ભુલી જઇને હવે તેની આગામી ફિલ્મને લઇને ઉત્સુક છે. તેની આગામી ફિલ્મ ડેવિડ ધવનની જુડવા-૨ ફિલ્મ છે. આ ફિલ્મમાં તે વરૂણ ધવનની સાથે નજરે પડનાર છે. તેમાં તાપ્સી પન્નુની પણ શાનદાર ભૂમિકા છે. આ ફિલ્મ ૨૯મી સપ્ટેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે.
ડેવિડ ધવનની ફિલ્મ વર્ષો પહેલા આવેલી જુડવાની સિક્વલ ફિલ્મ છે. તેના ગીતો પણ પહેલાની ફિલ્મના રાખવામાં આવ્યા છે. જેક્લીન બોલિવુડમાં સુપરસ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. આગામી દિવસો તેના માટે સફળતાવાળા રહી શકે છે. કારણ કે જુડવા-૨ ફિલ્મ ચોક્કસપણે ધુમ મચાવનાર છે. કારણ કે આ એક્શન, રોમાન્સ ફિલ્મ છે.