loader

Breaking News


Home > Bollywood > હાલ નર્વસ હોવાની સાથે જ જેકલીન રોમાંચિત


Foto

હાલ નર્વસ હોવાની સાથે જ જેકલીન રોમાંચિત

Sept. 6, 2017, 9:02 a.m.
      Whatsapp   

મુંબઇ ઃ બોલિવુડની ખુબસુરત અભિનેત્રી જેક્લીન હાલમાં ભારે ઉત્સુક બનેલી છે. તે જુડવા-૨ ફિલ્મમાં કામ કરી રહી છે. તે હાલ નર્વસ દેખાઇ રહી છે. કારણ કે ટન ટના ટન ગીત તૈયાર કરાયા બાદ તેની લોકોમાં ચર્ચા છે.

જુના ગીતના જાદુને જાળવી રાખવા માટે ભારે દબાણ તેના પર છે. કોરિયોગ્રાફર ગણેશ આચાય ખુબ મહેનત કરી ચુક્યા છે. આવી સ્થિતીમાં જેક્લીન પર દબાણ છે કે પહેલાની જેમ જાદુ રાખવામાં આવે તે જરૂરી છે. જેક્લીનની સાથે વરૂણ ધવન અને તાપ્સી પન્નુ છે. બીજી વખત ક્રિએટ કરવામાં આવેવાલ આ ગીતમાં નવા સ્ટેપ રાખવામાં આવ્યા છે.

ઓરિજનલ ગીતના ફ્લેવરને જાળવી રાખવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. પહેલા આ ગીતમાં સલમાનની સાથે કરિશ્મા કપુર અને રંભા હતા. હવે જેક્લીન અને તાપ્સીની સાથે વરૂણ ધવન છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મ રજૂઆત માટે તૈયાર છે. પ્રેકટીસના સંબંધમાં વાત કરતા જેક્લીને કહ્યુ હતુ કે ટાંગ ઉઠાકે બાદ તે ફરી વાર ગણેશની સાથે કામ કરી રહી છે. થોડીક નર્વસ હોવાની જેક્લીને કબુલાત કરી હતી. વરૂણની સાથે તેની ટ્રેનિંગ ચાલી રહી હતી.

વરૂણ શાનદાર ડાન્સર છે. તેમાં ખુબ એનર્જી છે. જેથી તેની સાથે ડાન્સ સ્ટેપ મેચ કરવાની બાબત સરળ નથી. જેક્લીને કહ્યુ હતુ કે કિક ફિલ્મમાં સલમાન સાથે કામ કર્યા બાદ જેક્લીન રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. તેની પાસે ત્યારબાદથી સતત સારી ફિલ્મો આવી રહી છે. તે હાલમાં અનક મોટી ફિલ્મો હાથમાં ધરાવે છે. જુડવા-૨ ફિલ્મને લઇને નવી પેઢી ખુબ આશાવાદી છે. વર્ષની મોટી ફિલ્મ તરીકે તે જાહેર થશે.