loader

Breaking News


Home > National > જે પક્ષ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જાનું વચન આપશે તેનું કરીશું સમર્થન : જગનમોહન રેડ્ડી


Foto

જે પક્ષ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જાનું વચન આપશે તેનું કરીશું સમર્થન : જગનમોહન રેડ્ડી

June 28, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, હૈદરાબાદ : દિવંગત નેતા વાય.એસ. રાજશેખર રેડ્ડીનાં પુત્ર અને વાય.એસ.આર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશમાં પોતાની પગપાળા યાત્રા થાકી સડકથી સત્તા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. હાલ આંધ્રપ્રદેશની ચુંટણીને એ વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે જગનમોહને ૨૦૦ દિવસની પદયાત્રા કરી નાખી છે.

પોતાની આ યાત્રા દરમિયાન જગનમોહને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈપણ રાજકીય પક્ષ સાથે ગઠબંધન નહિ કરે તે રાજ્યનો કોઈ પક્ષ હોય અથવા રાષ્ટ્રીય સ્તરનો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે પક્ષ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપશે તે પક્ષને સમર્થન આપીશું.