loader

Breaking News


Home > Gujarat > જાગૃતુબેન પંડ્યા બાળ આયોગનાં ચેરમેન કે બા આયોગના?


Foto

જાગૃતુબેન પંડ્યા બાળ આયોગનાં ચેરમેન કે બા આયોગના?

Oct. 22, 2018, 2:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું વડુ મથક એટલે ગાંધીનગર, ત્યારે તમામ ઠરાવો, આદેશો, સુચનાઓનાં અમલ અહીંથી થતા હોવા છતાં અમલ કરનારા અમલદારો જ અમલ ન કરતાં હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ઘણીવાર ગુજરાત બહારથી આવતા ઘણા જ અરજદારો આ બોર્ડની ઉપર નજર નાંખીને તંત્રને પૂછવા જાય છે. કે બાળ આયોગનાં કાયદા અને તેનું સાંભળ્યું છે. ત્યારે બા આયોગ એટલે શું ? ઘરડાઓને ન્યાય અપાવવા માટેનું આ બા આયોગ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.



તંત્રને ઘણીવાર અરજદારો દ્વારા આ બાબતે પુછ્યા કરતા હોવા છતાં તંત્રને જાણે બાળ આયોગનાં બદલે બા આયોગમાં જ રસ હોય તેવું લાગે છે. બાળ આયોજનનાં ચેરમેન જાગૃતિબેન પંડ્યા દ્વારા તંત્રને આ બાબતે ઘણીવાર સુચના આપવા છતાં જાગૃતિબેનનું તંત્ર સાંભળતું નથી અને ગાંઠતું નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે ન્યાય મેળવવા આ સચીવાલયમાં આવેલી કચેરીનું બોર્ડ જોઈને ભલભલા અધિકારીઓ માથું ખંજવાળતા જોવા મળે છે. ત્યારે જાગૃતિબેન પંડ્યા પણ શોભાના ગાંઠીયા સમાન ચેરમેન હોય અને તંત્ર તેમનાથી પણ ઉપરવટ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અરજદારો પણ હવે પુછી રહ્યા છે કે જાગૃતિબેન પંડ્યા બાળ આયોગનાં ચેરમેન છે કે બા આયોગનાં જે ચર્ચા સચીવાલય ખાતે ૧ વર્ષથી વધારે સમયથી આ હોર્ડિંગ્સ બોર્ડ લગાવેલ છે અને આ બાબતે ચેરમેનને ઘણા જ કાર્યકરોએ ટકોર કરતાં તુરંત જ તંત્રનાં અધિકારીઓને બોલાવીને સુચના આપવા છતાં ૧ વર્ષથી અધિકારીઓનું એક જ ગણું છે. પેઈન્ટર નથી મળતો કામ વધારે છે. ટાઈમ નથી મળતો જેવા બહાના શોધતા હોય છે. ત્યારે ચેરમેને જ પેઈન્ટર પકડીને લાવે તો જ બા આયોગમાંથી બાળ આયોગ બની શકે.