loader

Breaking News


Home > Gujarat > ભાજપ દ્વારા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, રણોત્સવ, કૃષિ મહોત્સવ બાદ ખાડોત્સવના તાયફા : જયરાજસિંહ


Foto

ભાજપ દ્વારા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, રણોત્સવ, કૃષિ મહોત્સવ બાદ ખાડોત્સવના તાયફા : જયરાજસિંહ

May 7, 2018, 1:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : શિક્ષકોને તળાવ ઉંડા કરવાના કામમાં જોતરવાના આદેશ કર્યા છે. ઉત્સવો, મેળાવડા, વાઈબ્રન્ટ ના તાયફામાં વ્યસ્ત રહેતા શિક્ષકો શિક્ષણ સિવાયનું તમામ કામ કરે છે પણ તેઓ બંધવા મજુર હોય તેમ ખાંડા ખોદવાની મજુરી કરાવી ભાજપ સરકારે ગુરૂદ્રોહની સાથે સાથે વહીવટી અણઆવડત સિધ્ધ કરી છે અને શિક્ષકને ગુરુને બદલે લઘુ બનાવી દીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહે જણાવ્યું છે કે એકબાજુ શાળા સંચાલકો ને ઊંચી ફી વસુલવાની છુટ અને બીજી બાજુ શિક્ષકોને ટુંકા અને બાંધ્યા પગારમાં સરકારના ગુલામ હોય તેવા દ્રષ્ટિકોણથી તમામ અશૈક્ષણીક જવાબદારી આપવાની બેવડી નિતિએ શિક્ષણની ઘોર ખોદી નાખી છે. ખરેખર તો સરકારે શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રે પડેલા એના ગેરવહીવટના ખાડા પુરવા જોઈએ પણ ગુજરાતની કમનસીબી એ ગુરૂપુજન તો દુર ગુરૂઓ ને ખાડા ખોદાવી દાળીયા મજદુર બનાવી દીધા.જયરાજસિંહે વધુમાં જણાવ્યું છે કે સરકારે શિક્ષકો દ્વારા કરાવતા અન્ય કામો માટે શિરપાવ આપવાને બદલે અપૂરતો પગાર આપી ને શોષણ કર્યું છે એટલુંજ નહીં પરંતુ હાઇકોર્ટે ફુલ પગાર આપવાના કરેલા હુકમ સામે સુપ્રીમમાં ગઈ છે. આજે ૫૦૦૦ રૂપિયામાં ઘર ના ચાલે તો વ્યક્તિનું ઈમાન ક્યાંથી ચાલે ? છતાં પણ શિક્ષકો ઈમાનદારીથી પોતાની ફરજો અને બળજબરી ઠોકી બેસાડેલી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. જયરાજસિંહે જણાવ્યું છે કે સરકાર માટે ભીડ ભેગી કરવા શિક્ષકો પર નજર પડે ઉત્સવો અને મેળાવડાના તાયફા કરવા હોય તો શિક્ષકો પર મદાર રાખવાનો. આર્થિક ગણતરી કરાવે રોગચાળો સર્વે, પોલિયો ના ટીમ્પા , વસ્તી ગણતરી,મતદાર યાદી, ખેલ મહાકુંભ , લોકમેળામાં સરકારી કાર્યક્રમમાં હાજરી,શૌચાલય બનાવવા લોકો ને સમજાવવા ઘેર ઘેર જવું આધાર કાર્ડ કઢાવવા, ચૂંટણી કાર્ડ, ચૂંટણીની દરેક કામગીરી વિવિધ સાપ્તાહોની ઉજવણી અસરગ્રસ્તો ને રાહત સામગ્રી વિતરણ ,બાયસેગ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રી અનુકૂળતાએ થતા એકતરફી વાર્તાલાપ ટી.વી. પર બાળકોને ને ગ્રામજનોને ફરજિયાત જોવા ભીડ ભેગી કરવી, પ્રવેશોત્સવની ઉજવણી ૧૫ થી ૨૦ હજારનો ખર્ચ આચાર્ય ભોગવે. એસપીજીની કામગીરી વગેરે કામો કરાવાય છે. ટૂંકમાં શિક્ષણ સિવાય ની બીજી મોટા ભાગ ની કામગીરી કરવી પડે છે, ગુણોત્સવની ઉજવણી, શિક્ષક પાસે શિક્ષણ માટે કેટલો સમય રહે એ સમજી લો, નિરિક્ષરોનો સર્વે ,મતદાર યાદી સુધારણા માટે દરેક ગામના શિક્ષકો જોડે કાયમી કામગીરી, વાવાઝોડાની કામગીરી કંટ્રોલરૂમ કામગીરી, એસએમએસ, વાલી મિટિગ વારંવાર બોલાવવી વારંવાર તાલીમ , વારંવાર મિટિગ માહિતીનુ પુનરાવર્તન શિષ્યવૃતિ માટે બેક એકાઉન્ટની જવાબદારી, ડેન્ગ્યુ કે સ્વાઈન ફ્‌લુ કામગિરીમા ઘરે ઘરે સર્વે એનપીઆરની કામગીરી મધ્યાહન ભોજન, હિસાબો, ઓડિટ, શાળા સ્વચ્છતા, ગ્રામસફાઇ લટકામાં શિક્ષક શાળાકીય પ્રવૃત્તિ કરી શકે તે સ્થિતિમાં જ નહીં રાખવાનો અને છતાં ગુણોત્સવ ની અપેક્ષા રાખવાની આ અપમાન અને શોષણની પરાકાષ્ઠા છે. આજે ખાડા ખોદાવે છે કાલે રસ્તા પર ડામર પથરાવશે તો નવાઈ નહીં.