loader

Breaking News


Home > National > જૈન મુનિ તરુણ સાગર મહારાજનું નિધન, ઘણા દિવસોથી હતાં બીમાર


Foto

જૈન મુનિ તરુણ સાગર મહારાજનું નિધન, ઘણા દિવસોથી હતાં બીમાર

Sept. 1, 2018, 11:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જૈન મુનિ તરુણ સાગર મહારાજનું આજે સવારે દિલ્હીમાં નિધન થઇ ગયું હતું. તેમની ઉંમર 51 વર્ષની હતી. તેઓ છેલ્લા થોડા દિવસથી બીમાર હતા. તરુણ સાગર મહારાજના આજે સાંજે ત્રણ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જૈન મુનિને લગભગ 20 દિવસ પહેલાં કમળો થયા બાદ મેક્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

જો કે સારવાર બાદ પણ તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો ના આવતા જૈન મુનિએ પોતાની સારવાર કરાવવાથી ઇન્કાર કરી દીધો હતો અને પોતાના અનુયાયીઓ સાથે ગુરુવારે સાંજે દિલ્હીના કૃષ્ણાનગર સ્થિત રાધાપુરી જૈન મંદિરમાં ચાતુર્માસ માટે આવી ગયા હતા.

મધ્યપ્રદેશના દમોહમાં 26 જૂન, 1967 ના રોજ જૈન મુનિ તરુણસાગરનો જન્મ થયો હતો તેમની માતાનું નામ શાંતીબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર હતું. તરુણસાગરે આઠ માર્ચ, 1981 ના રોજ ઘર છોડી દીધું હતું અને ત્યારબાદ છત્તીસગઢમાં દીક્ષા લીધી હતી.