loader

Breaking News


Home > National > જેટલી જણાવે ખુદ માલ્યાને ભગાડ્યો કે ઉપરથી ઓર્ડર આવ્યો : રાહુલ ગાંધી


Foto

જેટલી જણાવે ખુદ માલ્યાને ભગાડ્યો કે ઉપરથી ઓર્ડર આવ્યો : રાહુલ ગાંધી

Sept. 13, 2018, 2:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલના વધતા ભાવો અને રાફેલ ડીલ પર ઘેરાયેલ મોદી સરકાર પર પહેલાથી આક્રમક વલણ વચ્ચે વધુ એક મુદ્દો હાથમાં આવ્યો છે. બુધવારે વિજય માલ્યાએ જણાવ્યું હતું કે તેઓએ ભારત છોડતાં પહેલા અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે આજે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. આ અગાઉ રાહુલ ગાંધી ટ્વિટ પણ કરી ચૂક્યાં છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અરુણ જેટલી સાથે વિજય માલ્યાએ સંસદમાં એક અનૌપચારિક બેઠક કરી હતી. તેઓ લાંબા બ્લોગ્સ લખે છે, પરંતુ આ વિશે કંઇ લખતાં નથી. અરુણ જેટલી બેઠક વિશે બોલી ખોટું રહ્યા છે આ દરમિયાન તેમણે સાથી નેતા પીએલ પુનિયાની વાત કરી હતી, તેમણે આ બંનેને વાતચીત કરતાં જોયા હતા. રાહુલે કહ્યું કે અમારી પાસે પુરાવા છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ઘણા સવાલો ઉભા થાય છે કે નાણાંમંત્રી એક ભાગેડુ સાથે ચર્ચા કરે છે અને ભાગેડુ તેમને જણાવે છે કે તે દેશ છોડી રહ્યો છે પરંતુ જેટલીએ પોલીસ કે સીબીઆઈને જણાવવાની તસ્દી લીધી નહોતી. ત્યારબાદ લુકઆઉટ નોટિસમા પણ ઢીલ આપવામાં આવી. જેટલીએ સત્ય બોલવું જોઈએ કે તેના માટે તેઓ જવાબદાર છે અથવા ઉપરથી ઓર્ડર આવી રહ્યાં છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નાણામંત્રીએ તરત રાજીનામુ આપવું જોઈએ.