loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીર : સરહદી વિસ્તારોમાં ૧૪,૫૦૦ સુરક્ષા બંકરો બનાવવામાં આવશે


Foto

જમ્મુ કાશ્મીર : સરહદી વિસ્તારોમાં ૧૪,૫૦૦ સુરક્ષા બંકરો બનાવવામાં આવશે

June 9, 2018, 2:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ભંગ દરમિયાન થતાં ગોળીબારમાં જમ્મુ કાશ્મીરનાં સરહદી વિસ્તારોમાં નાગરિકોને શરણ આપવા માટે લગભગ ૧૪,૫૦૦ સુરક્ષા બંકરોનું નિર્માણ કરવામાં આવશે.

રાજનાથસિંહે શુક્રવારે જમ્મુ કાશ્મીરના બેદિવસનાં પ્રવાસનાં સમાપન પહેલા આ જાહેરાત કરી હતી. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર રાજ્યમાં વિશેષ સશસ્ત્ર પોલીસની સાત અહે ઇન્ડિયા રીઝર્વ બટાલિયનોને ગઠન કરશે.

તેઓએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાની બીજી બાજુથી થતાં ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકોને આપવામાં આવતી રકમ એક લાખથી વધારીને 5 લાખ કરવાની જાહેરાત કરી હતી. રકમ સીધી મૃતકના પરિવાજનોનાં ખાતામાં જમા કરવામાં આવશે.