loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીર : ભાજપે પીડીપી સાથે છેડો ફાડ્યો, મહેબુબા મુફ્તીએ CM પદેથી આપ્યું રાજીનામુ


Foto

જમ્મુ કાશ્મીર : ભાજપે પીડીપી સાથે છેડો ફાડ્યો, મહેબુબા મુફ્તીએ CM પદેથી આપ્યું રાજીનામુ

June 19, 2018, 3:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર રાજકીય અસ્થિરતા પેદા થઇ ગઈ છે. ભાજપ તરફથી ગઠબંધન સરકારને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત બાદ મહેબૂબા મુફ્તીએ પોતાનું રાજીનામુ રાજ્યપાલને મોકલી આપ્યું છે. આ સાથે જ મહેબૂબાએ સાંજે ચાર વાગ્યે પીડીપીની બેઠક પણ બોલાવી છે.

જમ્મુ કાશ્મીરની ભાજપ - પીડીપી ગઠબંધન સરકારમાંથી ભાજપે પોતાનું સમર્થન પાછું લીધા પહેલા મંગળવારે ભાજપ પ્રવક્તા રામમાધવે જણાવ્યું હતું કે કાશ્મીરમાં ગઠબંધન સરકારને આગળ ચલાવવી સંભવ નહોતી.ભાજપે સમર્થન પાછું ખેંચવાનો પાત્ર રાજ્યપાલને મોકલી આપ્યો છે આ સાથે જ ભાજપના મંત્રીઓએ પણ પોતાનું રાજીનામુ મોકલી આપ્યું છે.