loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીર : કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો


Foto

જમ્મુ કાશ્મીર : કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો

June 29, 2018, 12:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કુપવાડા : જમ્મુ કાશ્મીરના સીમાવર્તી કુપવાડા જિલ્લાનાં જંગલોમાં સુરક્ષા બળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુત્રોએ જણાવ્યું હતું કે સવારે સુરક્ષા બળોના એક જૂથ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા બળોએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીઓ ચલાવી હતી જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

શોપિયામાં પણ સૈન્યની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ શોપિયામાં અહગામ નજીક સવારે આતંકવાદીઓએ સુરક્ષા બળોના જૂથ પર ઓટોમેટિક હથિયારો સાથે ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ પણ ગોળીઓ ચલાવી હતી જેના પછી બંને પક્ષો વચ્ચે અથડામણ થઇ હતી.