loader

Breaking News


Home > National > ૫૧ વર્ષ પછી કોઈ રાજનેતા બન્યાં જમ્મુ - કાશ્મીરનાં રાજ્યપાલ, ભાજપ બનાવી શકે છે સરકાર


Foto

૫૧ વર્ષ પછી કોઈ રાજનેતા બન્યાં જમ્મુ - કાશ્મીરનાં રાજ્યપાલ, ભાજપ બનાવી શકે છે સરકાર

Aug. 22, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં નવા રાજ્યપાલ સત્યપાલ માલિક રાજ્યમાં આ પદ પર નિયુક્ત થનારા ૫૧ વર્ષમાં પ્રથમ રાજનેતા હશે. આ નિયુક્તિ કેન્દ્રનાં આ સંકટગ્રસ્ત રાજ્યમાં પૂર્વ અધિકારીઓ પર નિર્ભર રહેવાની રણનીતિમાં એક ફેરફારનો સંકેત છે. તેમને જમ્મુ - કાશ્મીરનાં રાજ્યપાલ બનાવવા પાછળ ઘણા કારણો રહેલા છે. પીડીપીનાં બળવાખોરોને ભેગા કરીને ભાજપની સરકાર બનાવવાની કોશિશો હવે વધુ ઝડપી થઇ શકે છે.

ભાજપનાં સુત્રોનાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે જમ્મુ - કાશ્મીરમાં બ્યુરોક્રેટ અથવા રીટાયર્ડ જનરલનાં સ્થાને કોઈ રાજનેતાને મોકલવામાં આવે જે ત્યાંની જનતા સાથે જોડાઈ શકે. સુત્રોનાં જણાવ્યા મુજબ રાજ્યપાલ માટે અન્ય બે પૂર્વ મુખ્યમંત્રીઓનાં નામ પણ વિચારવામાં આવ્યાં હતા. જો કે અંતમાં મલિકનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.