loader

Breaking News


Home > National > જમ્મુ અને કાશ્મીર : બડગામમાં બે ત્રાસવાદીને ઠાર કરાયા


Foto

જમ્મુ અને કાશ્મીર : બડગામમાં બે ત્રાસવાદીને ઠાર કરાયા

Nov. 1, 2018, 2:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ આજે સવારે મોટુ ઓપરેશન પાર પાડ્યુ હતુ. આ એન્કાઉન્ટરમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. બાતમીના આધાર પર સેનાએ સફળ ઓપરેશન પાર પાડ્યુ હતુ. કેટલાક ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવતા બે ત્રાસવાદીઓ ફુંકાઇ ગયા હતા. હાલના દિવસોમાં અનેક ત્રાસવાદીઓ ઠાર થઇ ચુક્યા છે.

શુક્રવારના દિવસે બે ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા. તે પહેલા છ ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા. ગઇકાલે બુધવારે ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા અને આજે ગુરૂવારે વધુ બે ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા. આની સાથે જ છેલ્લા છ દિવસના ગાળામાં જ ૧૩ ત્રાસવાદીને ઠાર કરી દેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક કબજે કરવામાં આવ્યા છે.

દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં ગઇકાલે બુધવારે થયેલી ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસૂદ અઝહરના ભત્રીજા ઉસ્માન હૈદર સહિત ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગુપ્તચર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બંને ત્રાસવાદીઓ જૈશના હોવાનું જાણવા મળ્યું છે. જૈશે મોહમ્મદે પણ નિવેદન જારી કરીને વિડિયોમાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળક હૈદર તરીકે કરી છે.