loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીર : તંગધારમાં સૈન્ય સાથે અથડામણમાં પાંચ આતંકી ઠાર


Foto

જમ્મુ કાશ્મીર : તંગધારમાં સૈન્ય સાથે અથડામણમાં પાંચ આતંકી ઠાર

May 26, 2018, 12:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. કાશ્મીરનાં તંગધર ક્ષેત્રમાં ચાલી રહેલ અથડામણમાં અત્યાર સુધી પાંચ આતંકીઓને ઠાર માર્યા છે અને ઓપરેશન હજુ સુધી ચાલુ છે. આ આતંકીઓ પાકિસ્તાનની તરફથી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં હતા.

સુરક્ષાબળોએ આતંકીઓએ ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા હતા. સેનાનું ઓપરેશન હજુ ચાલુ છે. અન્ય આતંકીઓની શોધમાં સેનાએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રીએ ભારત સરકારે રમજાન દરમિયાન એકતરફી સિઝફાયર નહિ કરવાની અપીલ કરી હતી. મહબૂબાની અપીલ પર રમજાન દરમિયાન સિઝફાયરનું એલાન કર્યું હતું.