loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીર : પુલવામા અને અનંતનાગમાં આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ


Foto

જમ્મુ કાશ્મીર : પુલવામા અને અનંતનાગમાં આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ

June 12, 2018, 11:37 a.m.
      Whatsapp   

માનવમિત્ર, પુલવામા : જમ્મુ અને કાશ્મીરમાં આજે સવારે આતંકી હુમલો થયો હતો. સુરક્ષા દળોને આતંકીઓએ નિશાન બનાવીને ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા છે. પુલવામાં કોર્ટ કોમ્પ્લેક્ષ પાસે જમ્મુ કાશ્મીર પોલીસનું એક દળ તૈનાત હતું. આતંકીઓએ પોલીસ દળને નિશાન બનાવ્યું હતું. ગ્રેનેડ અટેકમાં બે પોલીસ કર્મીઓ શહીદ કર્મીઓ શહીદ થયા હતા જયારે ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

જો કે પોલીસકર્મીઓએ આતંકીઓએ જડબાતોડ જવાબ આપ્યો હતો. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. જે સ્થળે હુમલો થયો હતો તેને ખાલી કરાવી લીધો હતો. સુરક્ષા દળોએ એરિયામાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. બીજી હુમલો અનંતબાગમાં થયો હતો. સવારે ૩ વાગ્યે CRPF નાં દળ પર હુમલો કર્યો હતો.