loader

Breaking News


Home > Gujarat > આનંદીબેનનાં નિવેદનથી જશોદાબેન નારાજ, કહ્યું નરેન્દ્ર મોદી મારાં રામ છે


Foto

આનંદીબેનનાં નિવેદનથી જશોદાબેન નારાજ, કહ્યું નરેન્દ્ર મોદી મારાં રામ છે

June 21, 2018, 12:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : મધ્યપ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર ભાઈએ લગ્ન નથી કાર્ય જેના જવાબમાં PM મોદીના ત્યકતા પત્ની જશોદાબેને જણાવ્યું હતું કે આનંદીબેને અશોભનીય વાત કહી છે અને પ્રધાનમંત્રીની છબી ખરાબ કરી છે. નરેન્દ્ર મોદી મારાં માટે રામ જેવા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્યકતા પત્ની જશોદાબેને બુધવારે મધ્યપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુજરાતનાં અખબારમાં મોદીને અપરણિત કહેવાના નિવેદન પર આશ્ચર્ય વ્યક્તિ કર્યું હતું. જશોદાબેને પોતાના ભાઈનાં મોબાઈલથી બનાવેલા એક વીડીઓમાં જણાવ્યું હતું કે હું આનંદીબેને કરેલી વાતથી હેરાન છું. તેઓએ ખુદ લોકસભા ચુંટણી દરમિયાન ૨૦૧૪ માં પોતાના દસ્તાવેજ દાખલ કરતા પોતાના શપથ પત્રમાં સ્વીકાર્યું હતું કે તે વિવાહિત છે અને તેમાં તેઓએ મારા નામનો ઉલ્લેખ કર્યો હતો.