loader

Breaking News


Home > National > ઝારખંડ : રાંચીમાં એક જ પરિવારનાં ૭ લોકોએ કરી સામુહિક આત્મહત્યા


Foto

ઝારખંડ : રાંચીમાં એક જ પરિવારનાં ૭ લોકોએ કરી સામુહિક આત્મહત્યા

July 30, 2018, 12:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાંચી : દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોના આત્મહત્યાના કેસ હજુ સુધી શાંત નથી પડયો ત્યારે ઝારખંડનાં રાંચીમાં સામુહિક રીતે સાત લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી લોકોમાં ડર નો માહોલ છે. રાંચીના કન્ક્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડ્યા રાય મિલાની પાસે એક જ પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી હતી. મૃતકોમાં 5 પુખ્ત અને બે બાળકોનો સમાવેશ થાય છે. જો કે, હજુ આત્મહત્યાના કારણ શું છે તે જાણી શકાયું નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ હાજર થઈ ગઈ હતી તેમજ એસએફએલની ટીમને સંદેશો આપીને બોલાવી દેવામાં આવી છે. ઘટનાસ્થળે રાંચીના એસએસપી અનિશ ગુપ્તા પણ હાજર છે. મૃતક વ્યક્તિઓમાં એક એમ.આર. સમાવેશ થાય છે. હાલ મળતી માહિતી મુજબ પોલીસ સમગ્ર આત્મહત્યા કાંડની વિગતો મેળવવા પૂછપરછ કરી રહી છે.