loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં ઉકળાટ


Foto

ગુજરાતનાં દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં ઉકળાટ

July 10, 2018, 10:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતનાં પાટનગર ગાંધીનગર અને માન્ચેસ્ટર કહેવાતા એવા અમદાવાદમાં જ્યા વરસાદ સંતાકુકડી રમી રહ્યો છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જો કે હજુ પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવતા તંત્ર સાબદુ થઇ ગયું છે.




આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં અમરેલી, ગીરસોમનાથનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ હોવા છતાં હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાટપાની આગાહી કરવામાં આવી છે. હળવા વરસાદી ઝાપટા ગુજરાતનાં અન્ય ભાગોમાં પણ જારી રહી શકે છે.

હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે. આ જોતા માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે. મળેલી માહિતી મુજબ દક્ષિણી પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન વચ્ચે અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે. હવામાન વિભાગનાં કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત રીતે રહી શકે છે. ગોંડલ પંથકમાં ગઇ કાલે જોરદાર વરસાદ થયો હતો જેથી ગોંડલનાં નેશનલ હાઈવે પર સ્થિત ભુનાવા, ભરુડી સહિતનાં ગામડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે, ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.