loader

Breaking News


Home > Sports > ઝુલન ગોસ્વામીએ ઈતિહાસ રચ્યો:૨૦૦ વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર


Foto

ઝુલન ગોસ્વામીએ ઈતિહાસ રચ્યો:૨૦૦ વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર

Feb. 9, 2018, 11:03 a.m.
      Whatsapp   

:માનવમિત્ર,કિંબર્લે:ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ બોલર જુલન ગોસ્વામીએ વધુ એક સિદ્ધિનું શિખર સર કરતાં આંતરરાષ્ટ્રીય વિમેન્સ વન-ડે ક્રિકેટમાં ૨૦૦ વિકેટ ઝડપનારી સૌ પ્રથમ મહિલા ખેલાડી તરીકેનો રેકોર્ડ નોધાવ્યો હતોસાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડેમાં જુલને ૧૬૫ વન-ડેમાં ૧૯૯ વિકેટ ઝડપી હતી ત્યારે બુધવારે આફ્રિકા સામેની બીજી વન-ડેમાં ઓપનર વોલવાર્ટને આઉટ કરી આ સિદ્ધિ મેળવી હતી.ભારતે બીજી વન-ડેમાં પણ જીતનો તખ્તો તૈયાર કરતાં યજમાન સાઉથ આફિકાને ૩૦૨ રનનો વિશાળ પડકાર આપ્યો હતો.જેના જવાબમાં આફ્રીકાની ટીમ ૧૨૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતનો ૧૭૮ રનથી વિજય થયો હતો આ સાથે ભારતે ત્રણ વન-ડેની શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવી હતી.વર્ષ ૨૦૦૨માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર ઝૂલને ૧૦ ટેસ્ટ અને ૬૦ ટી-૨૦ મેચ પણ રમી છે ટેસ્ટમાં ૪૦ વિકેટ ઝડપી છે જયારે ટી-૨૦માં ૫૦ વિકેટ મેળવી ચુકી છે.ગત વર્ષે ૯ જૂને ઝૂલને ૧૮૧મી વિકેટ ઝડપી વિશ્વમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર મહિલા બોલર બની હતી અને હવે ૨૦૦ વિકેટ પૂર્ણ કરી છે.