loader

Breaking News


Home > Gujarat > જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે પરપ્રાંતિઓ પર થયેલ હુમલા અંગે આપ્યુ નિવેદન, ભાજપની કરી ટીકા


Foto

જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે પરપ્રાંતિઓ પર થયેલ હુમલા અંગે આપ્યુ નિવેદન, ભાજપની કરી ટીકા

Oct. 8, 2018, 11:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી પરપ્રાંતિયો પર થઇ રહેલા હુમલાનાં અનુસંધાનમાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા, તેમજ ભાજપ સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભી કરી રહી છે જયા અમારી દેશની એકતા અને અખંડિતતાને તોડવાની ઈચ્છા રાખનાર ઘણા પ્રાંત વાદી લોકો યુપી, એમપી, બિહારનાં ભાઈ બહેનો પર હુમલો કરી રહ્યા છે. ગુજરાતથી નિકળી પ્રાંતવાદની આગ આગળ પહોચે તે પહેલા જ તેને રોકી દેવી જોઇએ. થોડા દિવસ પહેલા ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરમાં 14 મહિનાની એક બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યો. સ્વભાવિક છે કે આ ઘટનાનાં ઉંડા પ્રત્યાઘાત પડે. દુષ્કર્મ કરનાર એક બિહારી છે, 14 મહિનાની બાળકી પર નિર્દયતાથી કહેર વરસાવનાર દુષ્કર્મીને નિર્વિવાદ રૂપથી સખત થી સખત સજા મળવી જોઇએ, પરંતુ નલિયાકાંડનો રિપોર્ટ દબાવીને બેઠી ભાજપા સરકારને છોડી પ્રાંતવાદી માનસિકતાથી પીડિત ઘણા લોકો પોતાનો ગુસ્સો યુપી, બિહાર અને મધ્યપ્રદેશનાં ગરીબ મજદુરો પર નિકાળી રહ્યા છે જે ઘણુ જ શરમજનક છે.



કોઈપણ જાતિ -ધર્મની મહિલા અને બાળકી સાથે આ હરકત ના થવી જોઈએ, કોઈ કિંમતે નહીં. જો આ પ્રકારની ઘટના બને છે તો તેની વિરુદ્ધ સખ્ત પગલાં ભરાવવા જોઈએ પરંતુ ગુનેગારોની જાતિ શોધીને તેના સમાજના લોકોને ટાર્ગેટ કરવા કોઈ કિંમતે નહીં ચલાવી લેવાય. આ પ્રદેશ દલિતનો પણ છે, બિન દલિતનો પણ છે, હિંદુઓનો પણ છે અને મુસ્લિમોનો પણ છે, ગુજરાતીઓનો પણ છે અને બિહારીઓનો પણ છે. પ્રાંતવાદ મુર્દાબાદ, ભારતની અલગ અલગ સંસ્કૃતિઓનો સામન્યવય ઝિંદાબાદ તેમ જીજ્ઞેશ મેવાણીએ જણાવાયું હતું.

હાર્દિક પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઇ રહેલ હુમલાઓની હું કડક નિંદા કરું છું. અપરાધીને કઠોર સજા મળવી જોઈએ તેના માટે સમગ્ર દેશ તે પીડિત પરિવારોની સાથે છે. પરંતુ એક અપરાધીને કારણે આપણે સમગ્ર પ્રદેશને ખોટા ના ઠેરવી શકીએ, આજે ગુજરાતમાં 48 આઇએએસ અને 32 આઇપીએસ ઉત્તર પ્રદેશ અને બિહારથી છે. આપણે સૌ એક છીએ તેમ હાર્દિકે જણાવ્યું હતું.