loader

Breaking News


Home > Gujarat > જીજ્ઞેશ મેવાણીનો ભાજપને જડબાતોડ જવાબ, હું દેશપ્રેમ કે દેશદ્રોહનાં સર્ટિ વેચવાનો બિઝનેસ નથી કરતો, અસલી દેશદ્રોહી કોણ છે તે જાહેર થઇ ગયું છે


Foto

જીજ્ઞેશ મેવાણીનો ભાજપને જડબાતોડ જવાબ, હું દેશપ્રેમ કે દેશદ્રોહનાં સર્ટિ વેચવાનો બિઝનેસ નથી કરતો, અસલી દેશદ્રોહી કોણ છે તે જાહેર થઇ ગયું છે

Jan. 12, 2018, 4:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનાં યુવા નેતા અને વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે હું દેશભક્તિ અને દેશદ્રોહીનાં પ્રમાણપત્રો આપવાનો મારો ધંધો નથી. પણ હવે સાબિત થઇ ગયું છે કે હકીકતમાં દેશદ્રોહી કોણ છે. ઉલ્લેખનીય છે કે ઘણાં દિવસોથી જીગ્નેશ મેવાણીને ભાજપ દેશદ્રોહી ચીતરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જેના અનુસંધાનમાં જીગ્નેશ મેવાણીએ આ કહ્યું હતું. આમ જીગ્નેશ મેવાણીએ ભાજપને જડબાતોડ જવાબ આપીને કહ્યું હતું કે દેશમાં હવે ક્લિયર થઈ ગયું છે કે કોણ દેશદ્રોહી છે. આ ટ્વીટ સુપ્રિમ કોર્ટના જજોનાં લોકતંત્ર ખતરામાં છે ના નિવેદન બાદ આવી હોવાથી ઘણી સૂચક માનવામાં આવી રહી છે.

બે દિવસ અગાઉ દિલ્હીમાં યોજાયેલ રેલીમાં મેવાણીએ ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે મારા ધારાસભ્ય બનાવને કારણે ગભરાયેલી ભાજપ સરકારે ભ્રષ્ટાચારની ફાઈલો સળગાવી દીધી છે. ગુજરાતમાં જે રીતે હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશે ૧૫૦ બેઠકોનો ઘમંડ તોડી દીધો જેના કારણે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. અમે કોઈ જાતિ કે ધર્મના વિરુદ્ધમાં નથી અમે દેશના સંવિધાનમાં માનીએ છીએ. અમને લોકતંત્ર પર ભરોસો છે અને અમે સંવિધાનની જ વાત કરીશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ૨૨ વર્ષથી ગુજરાતમાં તોડવાની રાજનીતિ થઇ રહી હતી, અમે સિલાઈ મશીન વાળા છીએ જોડવા આવ્યાં છીએ.