loader

Breaking News


Home > Gujarat > જીતુ વાઘાણીની બાલિશ હરકત, ૯૦ ધારાસભ્યોને સાઈડ લાઈન કરી ધારાસભ્ય તરીકે શપથ લીધા


Foto

જીતુ વાઘાણીની બાલિશ હરકત, ૯૦ ધારાસભ્યોને સાઈડ લાઈન કરી ધારાસભ્ય તરીકે શપથ લીધા

Jan. 24, 2018, 10:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત ભાજપનાં પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ શપથવિધિમાં વિધાનસભાની ગરિમા અને પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. જીતુ વાઘાણીએ એમનાં અગાઉ રહેલાં ૯૦ ધારાસભ્યોને સાઈડ લાઈન કરીને પોતે પહેલાં શપથ લઇને એક પ્રકારની આછકલાઈ બતાવી હતી. આમ ગરિમા અને પ્રોટોકોલની વાતો કરતાં ભાજપનાં નેતાઓ દ્વારા વિધાનસભામાં આ પ્રકારની બાલીશ હરકત થાય તે ટીકાપાત્ર છે.

જીતુ વાઘાણી ૧૦૫ - ભાવનગરના ધારાસભ્ય છે. શપથવિધિમાં સામાન્ય રીતે સૌપ્રથમ મુખ્યમંત્રી ત્યારબાદ મંત્રીમંડળ અને વિપક્ષનાં નેતા શપથ લેતા હોય છે બાદમાં ચૂંટાયેલા ધારાસભ્યો એમનાં ક્રમાંનુંસાર શપથ લેતા હોય છે પણ ગઈકાલે જીતુ વાઘાણી જાણે અજ્ઞાન અને ઉતાવળમાં હોય તેમ પોતાનાં પહેલાંના ૯૦ થી વધુ ધારાસભ્યોને કાપીને શપથ લીધા હતાં. વિધાનસભામાં જીતુ વાઘાણીની આ હરકતની ભારે ટીકા થઇ હતી. આ મુદ્દે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ પ્રકારની હરકત કરીને જીતુ વાઘાણીએ વિધાનસભાની ગરિમાને ઝાંખપ લગાડી છે.