loader

Breaking News


Home > National > તારિક અનવરની ઘરવાપસી, રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા


Foto

તારિક અનવરની ઘરવાપસી, રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

Oct. 27, 2018, 3:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શરદ પવારની એનસીપીમાંથી રાજીનામું આપી ચૂકેલાં તારિક અનવરની ઘરવાપસી થઇ ગઈ છે. તેઓ આજે સવારે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. તારિક અનવર પાંચ વખત બિહારનાં કટિહારથી સાંસદ રહી ચુક્યા છે.

તરીકે અનવરે રાફેલ મુદ્દે શરદ પવારનાં નિવેદનને આધાર બનાવીને પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. તારિક અનવરે જણાવ્યું હતું કે શરદ પવારનું રાફેલ મુદ્દે આપેલ નિવેદન મને ઠીક નહોતું લાગ્યું. એનસીપી તરફથી જે સ્પષ્ટતા કરવામાં આવી હતી તે સાચી નહોતી. પવારે નિવેદન આપ્યું હતું એટલે તેઓએ જ ખુદ સ્પષ્ટતા કરવી જોઈતી હતી. જો કે તેમના તરફથી કોઈ સ્પષ્ટતા ના થતા રાજીનામુ આપી દીધું હતું.