loader

Breaking News


Home > Bollywood > જુમાંનજી વેલકમ ટુ ધ જંગલમુવી રીવ્યુ : એડવેન્ચર પ્રેમીઓએ ખાસ જોવી જંગલમાં મંગલ કરતી આ ફિલ્મ


Foto

જુમાંનજી વેલકમ ટુ ધ જંગલમુવી રીવ્યુ : એડવેન્ચર પ્રેમીઓએ ખાસ જોવી જંગલમાં મંગલ કરતી આ ફિલ્મ

Dec. 29, 2017, 4:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : હોલીવુડમાં વર્ષ ૧૯૯૫ માં ફેન્ટેસી એડવેન્ચર ફિલ્મ જુમાનજી રીલીઝ થઇ હતી જેને સમગ્ર દુનિયામાં ભારે ખ્યાતી મળી હતી તેમજ બાળકોમાં ખુબ લોકપ્રિય બની હતી. આ ફિલ્મ ૧૯૮૧ માં પ્રકાશિત થયેલ ક્રીસ વૈન એલ્સ્બર્ગની આ નામનાં જ પુસ્તક પર આધારિત હતી. જો કે હવે ૨૨ વર્ષ પછી જુમાંનજીની સિકવલ રજુ થઇ રહી છે. ફિલ્માં દુનિયા બદલી ગઈ છે, ગેમ પણ બદલાઈ ગઈ છે તેમજ પહેલાનું બોર્ડ ગેમ હવે વિડીઓ ગેમમાં ફેરવાઈ ગયું છે. જુમાનજી નામની ફિલ્મ હવે જુમાંનજી : વેલકમ ટુ ધ જંગલ બની ગઈ છે.

આ ફિલ્માં મુખ્ય કલાકાર તરીકે રોક છે. આ ફિલ્મ વિકએન્ડમાં માણવાલાયક છે અને તમારે તેને સમજવા માટે બહુ મગજ દોડાવવું નહિ પડે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ એકદમ મજબુત છે અને સરળ ગતિથી આગળ વધે છે. કોઈપણ દ્રશ્ય કે સેકંડમાં આ ફિલ્મ બોરિંગ છે તેવું લાગે તેમ નથી અને જાણે એમ લાગે કે આ ફિલ્મની ગેમમાં અપને પણ જોડાઈ ગયા હોઈએ. જો તમે ટાઇગર જિન્દા હૈ જોઈ લીધી હોય તો આ વખતે એડવેન્ચર માટે જુમાંનજી : વેલકમ ટુ ધ જંગલ જોઈ શકો છો.