loader

Breaking News


Home > Gujarat > મગફળીનાં કોથળાની જેમ નીતિન પટેલને જોખવા પડે, ઢેફાં, ફોતરાં કે ખરેખર મગફળી છે : પરેશ ધાનાણી


Foto

મગફળીનાં કોથળાની જેમ નીતિન પટેલને જોખવા પડે, ઢેફાં, ફોતરાં કે ખરેખર મગફળી છે : પરેશ ધાનાણી

June 5, 2018, 5:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : નીતિન પટેલ ભાજમાંથી રાજીનામુ આપશે તેવી અફવાએ જોર પકડ્યા બાદ અચાનક ધીમી પડી ગઈ હતી. વધુમાં એક અફવા એવી પણ ઉડી હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. આ અંગે વિપક્ષનના નેતા પરેશ ધાનાણીને એક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે શું નીતિન પટેલ કોંગ્રેસમાં આવે તો તમે સ્વિકારો ખરા.

આ પ્રશ્નનો જવાબ આપતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પહેલા અમારે ચેક કરવું પડે કે ખરેખર નીતિન પટેલ આવ્યા છે કે કેમ. આ માટે તેઓએ કહ્યું હતું કે મગફળીનાં કોથળાની જેમ નીતિન પટેલને જોખવા પડે. તેમાં ચેક કરવું પડે કે મગફળીના કોથળામાં ઢેફાં, ફોતરાં છે કે ખરેખર મગફળી છે. આમ કોંગ્રેસ પણ આ બાબતે એકદમ ચીવટપૂર્વક નિવેદન આપી રહી છે.