loader

Breaking News


Home > National > જસ્ટિસ ચેલ્મેશ્વર આજે સુપ્રિમ કોર્ટમાંથી થશે રીટાયર, કોલેજીયમમાં થશે મોટો ફેરફાર


Foto

જસ્ટિસ ચેલ્મેશ્વર આજે સુપ્રિમ કોર્ટમાંથી થશે રીટાયર, કોલેજીયમમાં થશે મોટો ફેરફાર

June 22, 2018, 10:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા વિરુદ્ધ પ્રેસ્સ કોન્ફરન્સ કરનારા ચાર ન્યાયાધીશોમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે. ચેલ્મેશ્વર આજે રીટાયર થશે. જસ્ટિસ ચેલ્મેશ્વર સુપ્રિમ કોર્ટમાં લગભગ સાત વર્ષથી કાર્યરત હતા. ચેલ્મેશ્વરનાં રીટાયર થયા બાદ સુપ્રિમ કોર્ટના કોલેજીયમમાં એક મોટો ફેરફાર જોવા મળશે.

રીટાયર થતાં જ જસ્ટિસ ચેલ્મેશ્વર કોલેજીયમમાંથી બહાર નીકળી જશે અને તેમનાં સ્થાને જસ્ટીસ એકે સીકરી સામેલ થશે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ સીકરીની આગેવાની હેઠળની બેન્ચે જ હાલમાં કર્ણાટક વિધાનસભા ચુંટણી બાદ રાજ્યમાં થયેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે ૨૪ કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો.