loader

Breaking News


Home > National > જસ્ટિસ ચેલમેશ્વરે CJI ને લખ્યો પત્ર, કહ્યું કોલેજીયમ જસ્ટિસ જોસેફનું નામ કેન્દ્રને મોકલે


Foto

જસ્ટિસ ચેલમેશ્વરે CJI ને લખ્યો પત્ર, કહ્યું કોલેજીયમ જસ્ટિસ જોસેફનું નામ કેન્દ્રને મોકલે

May 10, 2018, 11:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : ઉત્તરાખંડ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ કે.એમ. જોસેફને સુપ્રિમ કોર્ટમાં લાવવા માટે જસ્ટિસ ચેલમેશ્વરે વધુ એક પત્ર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને લખી છે. કેન્દ્રએ જસ્ટિસ જોસેફનાં નામને મંજુરી નથી આપી.

પત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે જસ્ટિસ જોસેફની સુપ્રિમ કોર્ટમાં નિયુક્તિની ભલામણો પર નડી રહેલા નિયમોનો જવાબ કાયદામંત્રી રવિશંકર પ્રસાદને આપ્યો છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદની દલીલોને ફગાવી ડેટા ચીફ જસ્ટિસનાં નામે લખાયેલ પત્રમાં તેમણે ભાર આપીને જણાવ્યું છે કે કોલેજીયમ પોતાની ભલામણો પણ અડગ રહીને ફરીથી જસ્ટિસ જોસેફનું નામ કેન્દ્રમાં મોકલે.

એક અધિકારીનાં જણાવ્યા મુજબ કોલેજીયમ બેઠક ક્યારે યોજાશે તેની કોઈ માહિતી નથી. જો કે બેઠકનો એજન્ડા જસ્ટિસ જોસેફની સુપ્રિમ કોર્ટમાં નિમણુકને લઈને હશે. આ કોલેજીયમની બેઠક ક્યારે બોલાવવી તેનો નિર્ણય ચીફ જસ્ટિસ દીપક મિશ્રા લેશે.