loader

Breaking News


Home > National > રાષ્ટ્રપતિએ જસ્ટિસ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યા, 3 ઓક્ટોમ્બરે લેશે શપથ


Foto

રાષ્ટ્રપતિએ જસ્ટિસ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યા, 3 ઓક્ટોમ્બરે લેશે શપથ

Sept. 14, 2018, 10:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે જસ્ટિસ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યા હતા. જસ્ટિસ ગોગોઈ 3 ઓક્ટોમ્બરે 46 માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે. તેઓ આ પેડ પર 17 નવેમ્બર 2019 સુધી રહેશે. હાલના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા 2 ઓક્ટોમ્બરના રોજ નિવૃત થઇ રહ્યા છે. આ દિવસે ગાંધી જયંતિની રજા રહેશે જેને કારણે એક ઓક્ટોમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં તેમના કામકાજનો અંતિમ દિવસ હશે.

અગાઉ સપ્ટેમ્બરમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો હતો અને જસ્ટિસ ગોગોઈનું નામ ભલામણ કર્યું હતું. ન્યાયમૂર્તિ ગોગોઈ હાલમાં ન્યાયાધીશોની વરિષ્ઠતામાં મોખરે છે.

સર્વોચ્ચ અદાલતની પરંપરા મુજબ, સરકાર આગામી મુખ્ય ન્યાયાધીશ પાસેથી વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિના નામની માંગણી કરે છે. વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિની નિવૃત્તિના એક મહિના પહેલાં, આગામી ચીફ જસ્ટિસ સરકારનું નામ સરકારને મોકલે છે. રાષ્ટ્રપતિ તેને મંજુર કરે છે.