loader

Breaking News


Home > National > કૈલાશ માનસરોવરની યાત્રાનો થયો શુભારંભ, શ્રદ્ધાળુઓમાં દેખાઇ ખુશીની લહેર


Foto

કૈલાશ માનસરોવરની યાત્રાનો થયો શુભારંભ, શ્રદ્ધાળુઓમાં દેખાઇ ખુશીની લહેર

June 12, 2018, 12:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે કૈલાશ માનસરોવર યાત્રા માટે ૬૦ શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો આજે દિલ્હીથી રવાના થયો હતો. આ કાફલો દિલ્હીથી રવાના થયા બાદ હવે કૈલાશ માનસરોવર યાત્રા પહોંચશે. આ વખતે નાથુલા થઇને ચીનના રસ્તે જશે. બાકીના લોકો લિપુલેખના રસ્તે જશે.



વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે શ્રદ્ધાળુઓનાં કાફલાને રવાના કર્યો હતો. આ પ્રસંગે વીકે સિંહે આશા વ્યક્ત કરી કે શ્રદ્ધાળુઓ હિમાલયની આ દુર્ગમ યાત્રાને સહેલાયથી પૂરી કરશે. તેમણે તીર્થયાત્રિકોને શારીરિક રીતે ફિટ રહેવા અને પ્રકૃતિ સાથે તાલમેલ બનાવવાની સલાહી આપી હતી. વીકે સિંહે કહ્યું કે, આ વર્ષે ૩,૭૩૪ અરજીઓ આવી હતી. જે પૈકી ડ્રોની મદદથી ૧૫૦૦ લોકોને યાત્રા માટે પસંદ કરવામાં આવ્યા છે. પહેલો જથ્થો ઉત્તરાખંડ અને તિબેટની વચ્ચે સ્થિત લિપુલેખ થઈને માનસરોવર પહોંચશે. આ વખતે ૫૦-૫૦ તીર્થયાત્રિકો માટે ૧૦ બેંચ નાથુ લા થઈને ચીનના રસ્તે જશે. બાકીના લોકો લિપુલેખનાં રસ્તેથી જશે. લિપુલેખનાં રસ્તે આ યાત્રા કરવી કઠિન છે. આ રસ્તેથી યાત્રિકોને ૧,૫૪૬ કિલોમીટર ગાડીથી અને ૨૧૯ કિલોમીટર ચાલીને જવું પડે છે. યાત્રા ૨૪ દિવસમાં પૂર્ણ થાય છે. નાથુલાનાં રસ્તો આસાન છે. અહીંથી સરહદ પાર કર્યા પછી યાત્રિકોને બસથી ૧૫૦૦ કિલોમીટર દૂર માનસરોવર ઝીલ સુધી લઈ જવામાં આવે છે. વૃદ્ધો માટે આ રસ્તો આસાન છે.