loader

Breaking News


Home > Gujarat > કાળી ચૌદશ : હનુમાન મંદિરોમાં મહાઆરતી-હવનનું આયોજન કરાયું


Foto

કાળી ચૌદશ : હનુમાન મંદિરોમાં મહાઆરતી-હવનનું આયોજન કરાયું

Nov. 6, 2018, 5:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કાળી ચૌદશને લઇ રાજયભરના હનુમાનજી મંદિરોમાં મહાઆરતી, યજ્ઞહવન સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો મહુડી સ્થિતિ ઘંટાકર્ણ મહાવીરના મંદિર ખાતે પણ વિશેષ હોમ- હવનનું આયોજન કરાયું છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના સુપ્રસિધ્ધ અને એક હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન સ્વયંભુ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશની વિશેષ અને તેલથી દાદાના મહાઅભિષેકને લઇ તડામાર તૈયારીઓ હાથ ધરાઇ હતી.

રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી કાળીચૌદશની શરૂઆત થઇ એટલે, તરત જ ધનતેરસની રાત્રે જ ૧૨.૦૦ વાગ્યે દાદાની ૧૦૮ દિવાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. કાળીચૌદશની દાદાની આરતીનું અનન્ય મહાત્મ્ય અને ચમત્કાર હોઇ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો ડભોડિયા હનુમાનજી ખાતે ઉમટયા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ ચમત્કારિક ડભોડિયા હનુમાનજી દાદાને કાળીચૌદશે લગભગ એક હજાર જેટલા તેલના ડબાથી શ્રધ્ધાળુ ભકતો દ્વારા અભિષેક કરવાનું આયોજન હાથ ધરાયું છે. તો બીજીબાજુ, કાળીચૌદશને લઇ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ મંદિર ખાતે પણ આવતીકાલે કાળીચૌદશ નિમિતે સમૂહયજ્ઞ પૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.