loader

Breaking News


Home > National > કાળીયાર કેસ : સલમાન ખાનની અરજી પર ૧૭ જુલાઇએ સુનાવણી થશે


Foto

કાળીયાર કેસ : સલમાન ખાનની અરજી પર ૧૭ જુલાઇએ સુનાવણી થશે

May 7, 2018, 5 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જોધપુર : કાળીયાર શિકાર કેસમાં બોલિવુડ અભિનેતા સલમાન ખાનની સજા રદ કરવાની અરજી પર કોર્ટે સુનાવમી હવે ૧૭મી જુલાઇના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ ચકચારી કેસમાં ગયા મહિનામાં જામીન મળ્યા બાદ સલમાન ખાન ફરી એકવર જાધપુર સેશન્સ કોર્ટમાં સુનાવણી માટે પહોંચ્યો હતો.

આ સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલે કોર્ટ સમક્ષ સલમાન ખાનની સજાને રદ કરવાની માંગ કરી હતી. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાન ખાનની બન્ને બહેનો અલવીરા અને અર્પિતા પણ તેમની સાથે કોર્ટમાં પહોંચી હતી.

અત્રે નોંધનીય છે કે આ આ મામલે સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો વર્ષ ૧૯૯૮નો છે. સલમાન ખાન પર આ દોષ સાબિત થયો છે કે અમ સાથ સાથ હે ફિલ્મના શુટિંગ દરમિયાન સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો. જા કે સલમાન ખાનને સજા થયાને બે દિવસ બાદ જ સલમાન ખાનને જાધપુરની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. સલમાન ખાનને ૫૦ હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.