loader

Breaking News


Home > National > કમલ હાસને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, ઘણા મુદ્દા પર કરી ચર્ચા


Foto

કમલ હાસને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, ઘણા મુદ્દા પર કરી ચર્ચા

June 21, 2018, 1:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અભિનયથી રાજનીતિમાં આવનારા પ્રખ્યાત અભિનેતા કમલ હાસને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ તામિલનાડુની રાજનીતિક પરિસ્થિતિ સહીત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કમલ હાસનને મળીને સારું લાગ્યું, અમે તામિલનાડુની રાજકીય પરિસ્થિતિ સહીત બંને પાર્ટીઓ સાથે જોડાયેલ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

વધુમાં મુલાકાત અંગે કમલ હાસને જણાવ્યું હતું કે રાહુલ જી, સમય અને જાણકારી આપવા માટે આભાર, આશા કરું છું કે આપણી વાતચીત તમારા માટે પણ ઉપયોગી થશે. આ બેઠક રાહુલ ગાંધીના નિવાસસ્થાને લગભગ એક કલાક સુધી ચાલી હતી. કમલ હાસને પોતાની પાર્ટીની નોંધણીને લઈને ચુંટણી પંચનાં અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને વિશ્વાસ દર્શાવ્યો હતો કે આ પ્રકિયા દસ દિવસમાં ખત્મ થઇ જશે.