loader

Breaking News


Home > National > કાનપુરમાં "હમ દિલ દે ચુકે સનમ" જેવો ગાટ સર્જાયો, પતિએ બોયફ્રેન્ડ સાથે પત્નીનાં લગ્ન કરાવી નાંખ્યાં


Foto

કાનપુરમાં "હમ દિલ દે ચુકે સનમ" જેવો ગાટ સર્જાયો, પતિએ બોયફ્રેન્ડ સાથે પત્નીનાં લગ્ન કરાવી નાંખ્યાં

June 1, 2018, 2:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કાનપુર:અત્યારસુધી આપણે ફિલ્મોમાં જ પતિ, પત્ની ઔર વો, લૈલા મજનુ, હીર-રાંઝા જેવાં કિસ્સા સાંભળયા છે, પરંતુ ઉત્તરપ્રદેશમાં માન્યમાં ના આવે તેવી ફિલ્મી ઘટનાં પ્રકાશમાં આવી છે,જેમાં પતિએ તેની પત્નીનાં લગ્ન તેનાં બોયફ્રેન્ડ સાથે કરાવી દીધી છે.પતિનાં આ પગલાંની લોકોએ પણ ખુબ જ પ્રશંસા કરી અને એક ઉત્તમ વિચાર સમાજને આપ્યો હતો.

સુજીત ઉર્ફે ગોલુએ આ વર્ષની શરૂઆતમાં 19 ફ્રેબ્રુઆરીએ શાંતિ સાથે લગ્ન કર્યા હતાં. જો કે, લગ્નનાં 15 દિવસ પછી શાંતિ કેટલાક દિવસ તેનાં માતા-પિતા સાથે રહી હતી, જોકે લાંબા સમય સુધી શાંતિ ઘરે પરત ન ફરતા શાંતિનાં ઘરે જઈને આનું કારણ પૂછ્યું હતું. શરૂઆતમાં, તેણીએ સુજીતની પૂછપરછને માંડી વાળી, પરંતુ સુજીતે વારંવાર કારણ પૂછતાં શાંતિ આખરે ભાંગી પડી એક દિવસ તેણે સુજીતને કહ્યું કે હું મારા બોયફ્રેન્ડ રવિનાં પ્રેમમાં છું અને મારી મરજી વિરુદ્ધ આ લગ્ન થયાં છે.

સુજીતને આ બાબતે ગૂંચવડો ઉભો થયો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જવાના બદલે પોતે તેનાં બોયફ્રેન્ડ રવિ સાથે લગ્ન કરાવી આપશે તેવી શાંતિને બાંયેધરી આપી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં તેના માતાપિતાને પણ સહમત કર્યા હતાં.

ત્યારબાદ, સુજીત રવિને મળ્યો, તેણે પણ કબૂલ્યું હતું કે તે અને શાંતિ સંબંધો ધરાવે છે અને શાંતિની સાથે લગ્ન કરવાં ઇચ્છુક છે. સુજીતે ત્યારબાદ તેમના લગ્નની યોજના બનાવી હતી અને સ્થાનિક પોલીસને પણ આ યોજનાની જાણકારી આપી હતી. અંતે બુધવારે, હનુમાન મંદિરમાં તેઓએ ધામધૂમથી લગ્ન કરી લીધાં હતાં. આ લગ્નમાં મહેમાનોની પણ ખુબ મોટી સંખ્યામાં હાજરી જોવાં મળી હતી.

સુજીતના તરફથી એક મીઠાં અને સુંદર હાવભાવ હતાં અને પોતે ક્યારેય આ લગ્નને લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં, સુજીત શાંતિના લગ્નમાં નાચ્યો, કૂધ્યો અને શાંતિની વિદાય વખતે રડ્યો પણ હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.